ભાણવડ: રિસાયેલ પત્નીને પતીએ ધમકી આપી, સાથે ચાલ નહિતર…

0
1010

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ પંથકમાં હેલ્થ સેન્ટરમાં આશા વર્કર તરીકે ફરજ બજાવતી એક મહિલાને તેના પતિએ સેન્ટર પર આવી ધમકી આપ્યાની ઘટના સામે  આવી છે. ૫૩ વર્ષે પતી સાથે મનદુઃખ થતા બે માસથી પતીથી અલગ રહેતી પત્નીને પરત લઇ આવવા પતી હેલ્થ સેન્ટર પર પહોચ્યા હતા જ્યાં બંને વચ્ચે સંવાદ થયા બાદ પતીએ પોતાની સાથે આવવા પત્નીને ધમકી આપી છરીથી પતાવી દેવાની ધમકી આપી હતી.

ભાણવડ તાલુકા મથકે રામેશ્વર પ્લોટમાં ટાવર પાસે રહેતી ૫૩ વર્ષીય ગીતાબેન મોઢવાડિયાએ તેના  સાજડીયારી ગામે વાડી વિસ્તારમાં રહેતા પતિ  વિક્રમભાઈ અર્જનભાઈ મોઢવાડિયા સામે ધાક ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી છે.

 ભાણવડ ખાતે આવેલ હેલ્થ સેન્ટરમાં આશા વર્કર તરીકે નોકરી કરતી ગીતાબેન અને તેના પતી વિક્રમભાઈ વચ્ચે મનદુઃખ થતા ગીતાબેન છેલ્લા બે માસથી અલગ રહે છે.ગત તા. ૧૮/૧૧ના રોજ પતી વિક્રમભાઈ પોતાની મોટરસાયકલ લઇ સાજડીયારી ગામે આવેલ હેલ્થ સેન્ટર પહોચ્યા હતા અને ત્યાં પત્ની સાથે બોલાચાલી કરી હતી. ‘તારે મારી સાથે રહેવા આવવુ છે કે નહી’ પતી વિક્રમભાઈએ  કહેતા પત્ની ગીતાબેને કાંઇ જવાબ આપ્યો n હતો. જેને લઈને વિક્રમભાઈ ઉસ્કેરાઈ ગયા હતા અને કહેવા લાગેલ કે, ‘તારે મારી સાથે આવવુ હોય તો મારી મોટર સાયકલ પાછળ બેસી જા’ જેના જવાબમાં ગીતાબેને કહ્યું હતુ કે અત્યારે તમારી સાથે આવવુ નથી, સાંજે તમને જવાબ આપીશ, પત્નીના જવાબથી ઉસ્કેરાઈ ગયેલ પતિએ તેણીને મન ફાવે તેમ ભુંડા બોલી ગાળો આપી હતી. જેને લઈને ગીતાબેનએ ગાળો આપવાની ના પાડી હતી. ત્યારબાદ આરોપી પતિએ ઉસ્કેરાઈ જઈ ધમકી આપવા લાગેલ કે, મારી સાથે આવ નહીતર બાઈકની પેટીમા ચાકુ પડેલ છે, તને મારી નાખીશ અને કાંઇ સારાવટ નહી રહે, આમ કહેતા જ તેણીએ હેલ્થ સેન્ટર અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. છતાં પણ આરોપી પતિએ તેણીને સાથે આવવાની જીદ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે આરોપી સામે આઇ.પી.સી કલમ.૫૦૪, ૫૦૬(૨) મુજબ ફરિયાદ નોંધી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here