કામ બની ગ્યું !!! વોટ્સએપ પર હવે વર્ષો જુના સેંડ કરાયેલ મેસેજીસ બંને તરફ થઇ જશે ડીલીટ, જાણો કેવી છે ટેકનીક

0
868

ઘણી વખત ઉતાવળમાં જ કોન્ફીડેન્સીલ મેસેજ અન્ય વ્યક્તિ કે ગ્રુપમાં સેન્ડ થઇ જતો હોય છે. અથવા જે તે સમયે કોઈ વ્યક્તિને કે ગ્રુપમાં મોકલવામાં આવેલ ટેક્સ, ઓડિયો કે વિડીઓ મેસેજ સમય જતા ક્યારેક આફત બનતો હોય છે. ત્યારે હવે આવા મેસેજ બાબતનો ચિંતા છોડવાનો સમય આવી ગયો છે કેમકે વોટ્સએપમાં છે એવી ટેકનીક કે લાંબા સમયબાદ પણ મોકલવામાં આવેલ સંદેશ થઇ જશે ભસ્મીભૂત પણ કઈ રીતે ?

વોટ્સએપ એપ્લીકેશન નહી વાપરતું હોય એવા લોકો જુજ હશે ત્યારે વોટ્સએપને લઈને આજે વાત કરવી છે. કોઈ ટેક્સ્ટ મેસેજ કે અન્ય કોઈ પણ ફાઈલ ભૂલથી અન્ય વ્યક્તિને અથવા કોઈ પણ ગ્રુપમાં સેન્ટ થઈ જાય તો ‘DELETE FOR EVERYONE’ ઓપ્શન દ્વારા સેન્ડ થયાના એક કલાકના ગાળામાં ડીલીટ કરી શકીએ છીએ. પરંતુ એક કલાક બાદ આપણે ખુદના જ એકાઉન્ટમાંથી એટલેકે ‘DELETE FOR ME’ જ ઓપ્શન પસંદ કરી શકીએ છીએ. પણ હવે એવી ચિંતા કરવાની જરૂર નથી કારણકે વોટસએપમાં આવી ગઈ છે નવું અપડેટ, જો તમારે 1 કલાક પછીના કે વર્ષો જૂના મેસેજ માટે પણ ‘DELETE FOR EVERYONE’ ઓપ્શન યુઝ કરી સકાય છે. કેવી રીતે થશે આ પ્રક્રિયા આવો જાણીએ.

એક બે માસ કે મહિનાઓ બાદ મોકલેલ મેસેજ બંને તરફે ડીલીટ કરવા છે ? આમ કરવું પડશે..

સૌ પ્રથમ ઈન્ટરનેટ ઓફ કરવાનું રહેશે, ત્યારબાદ સેટિંગમાં જઈ APP પર ક્લિક કરવાનું રહેશે. આ પ્રક્રિયા બાદ Whatsapp પર ક્લિક કરો. વોટ્સએપ ખુલ્યા બાદ નીચેની તરફ Force Stop નામના આઇકન પર ક્લિક કરો. હવે ફરી જે મેસેજ અથવા કોઈ પણ કન્ટેન્ટ ડિલીટ કરવું છે તેના પર જાઓ અને તે દિવસની તારીખ અને મેસેજનો ટાઈમ નોટ કરી લો, કારણ કે તે કામમાં આવશે. ફરી સેટિંગમાં જઈ Date and timeના ઓપ્શન પર જઈ સમય અને તારીખ પસંદ કરો. જેમાં Use Netowrk Provided Time Zone, Time Zone અથવા Automatic Date and time ઓપ્શન ઓફ કરો. જો કે આ પ્રક્રિયા ફોન પ્રોવાઈડર કંપનીના ઓપ્સન પર ડીપેન્ડ કરે છે. આ ઓપ્શન જુદા જુદા મોબાઈલમાં અલગ હોઈ સકે છે.

આગળ વધવા માટે હવે તમારે Date ફરી સેટ કરવી પડશે, જે અગાઉ નોટ કરી મેસેજ ડિલીટ કરવાની Date (જે તે મેસેજ ડીલીટ કરવા માગો છે તે મેસેજની તારીખ અને ટાઈમ સેટ કરો. ધારો કે ૧૨:૨૫ પીએમનો મેસેજ ડિલીટ કરવાનો છે તો તેના 5થી 10 મિનિટ પહેલાંનો સમય સેટ કરી નાખવો. હવે ફરી વ્હોટ્સએપ પર જાઓ. તો જે તે તરીખ નાખી હશે તેના પગલે today જોવા મળશે.

 હવે તમે મેસેજ ડિલીટ કરવા માટે લોન્ગ પ્રેસ કરશો તો તમને ‘DELETE FOR ME’ને બદલે ‘DELETE FOR EVERYONE’નો ઓપ્શન જોવા મળશે. હવે તમે ‘DELETE FOR EVERYONE’ની પસંદગી કરી મેસેજ ડિલીટ કરી દો.

ડિલીટ કર્યા પછી ઈન્ટરનેટ ઓન કરી ફરી Date and time પર જઈ આજની ડેટ અને ટાઈમની પસંદગી કરી નાખજો નહિતર જુનો જ સમય યથાવત રહેશે.આ ટેકનીક વ્હોટ્સએપનાં લેટેસ્ટ વર્ઝન પર જ કામ કરશે, તેથી વ્હોટ્સપ અપડેટ કરવું જરૂરી છે. આ પ્રમાણે તમે વર્ષો જુના મેસેજ ડીલીટ કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here