એસ્ટ્રોનોમી : આવતી કાલે સૂર્ય માળામાં રચાશે અનોખી ખગોળીય ઘટના, જાણો

0
520

જામનગર અપડેટ્સ : સૂર્ય માળાના સૌથી મોટા બે ગ્રહો એક બીજાથી ૬૫ કરોડ કિલોમીટર દુર રહીને સૂર્યની પરિક્રમા કરે છે. ૨૧મી ડીસેમ્બરના રોજ આ બંને ગ્રહો પૃથ્વી સાથે એકજ સમતલમાં હોવાથી ગુરુનો ગ્રહ શનિના ગ્રહનું અધિક્રમણ કરશે. આ સમયે આ બંને ગ્રહો વચ્ચેનું અંતર ૦.૧ ડીગ્રી હશે.

 શનિનો ગ્રહ દર ૩૦ વર્ષે સૂર્યની પરીક્રમા કરે છે એટલે દર વર્ષે ૧૨ ડીગ્રીનું અંતર કાપે છે જયારે ગુરુનો ગ્રહ દર ૧૨ વર્ષે સૂર્યની પરીક્રમા કરે છે એટલે કે દર વર્ષે આ બંને ગ્રહો વચ્ચે ૧૮ ડીગ્રીનો તફાવત રહે છે. એટલે ૩૬૦ ડીગ્રીનો તફાવત રહે છે. જેથી દર વીસ (૨૦) વર્ષે આ બંને ગ્રહોના નજીક આવવાના સંયોગ રહે છે. ખગોળ વિજ્ઞાની ગેલીલીઓએ ઇ.સ. ૧૬૧૦માં ટેલીસ્કોપની શોધ કરેલ અને ઇ.સ. ૧૬૨૩માં શનિ અને ગુરુના ગ્રહો આટલા નજીક આવેલ તેનું અવલોકન કરેલ, આ સમયે ભારતમાં મોગલ બાદશાહ જહાંગીરનું રાજ હતું. આ પહેલા ઇ.સ. ૧૨૨૬માં આ ઘટના બનેલ તેની નોંધ ઇતિહાસમાં છે.

હવે પછી આ ઘટના ઓકટોબર – ૨૦૪૦માં બનશે,ત્યારે આ બંને ગ્રહો આટલા નજદીક નહી હોય ૮૦૦ વર્ષ બાદ આ બંને ગ્રહો આટલા નજદીક આવશે. આ ઘટના આપણે ત્યાં ૨૧ ડીસેમ્બરે સૂર્યાસ્ત બાદ માત્ર ૧ કલાક સુધી દક્ષિણ-પશ્ચિમ દિશામાં નિહાળી શકાશે. પૃથ્વી પરથી જોતા ગુરૂનો ગ્રહ પહેલા અને પછી શનિનો ગ્રહ આવેલ હોવાથી ગુરૂનો ગ્રહ શનિના ગ્રહનું ગ્રહણ કરશે. નરી આંખે ગુરૂનો ગ્રહ વધુ તેજસ્વી હોવાથી માત્ર ગુરૂનો ગ્રહ જ નજરે પડશે. જયારે ટેલીસ્કોપ થી જોતા આ બંને ગ્રહો અલગ નજરે પડશે. આવતી કાલે ૨૧મી ડીસેમ્બરના રોજ ઉતર ગોળાર્ધ માટે શરદ સંપાત છે. આ દિવસે સૂર્ય પોતાની દક્ષીણ તરફની ગતી પૂર્ણ કરી ઉતર તરફથી ગતિ શરૂ કરશે. એટલે આપણે ત્યાં ઉત્તરાયણ અને શૌર શિશીર ઋતુનો પ્રારંભ થશે. આ દિવસે આપણે ત્યાં મોટામાં મોટી રાત્રી એટલે કે ૧૩ કલાક-૧૪ મીનીટની હશે અને દિવસ ટુંકામાં ટુંકો હશે, હવે પછી રાત્રીની લંબાઇ ટુંકી થશે અને દિવસ મોટો થશે. આ દિવસે દક્ષીણ ધ્રુવ ઉપર છ મહીનાના દિવસોનો મધ્ય દિવસ હશે અને સૂર્ય ત્યાં વધુમાં વધુ ઉંચાઇ ઉપર હશે. આ સમયે ઉત્તર ધ્રુવ છ મહિનાની રાત્રી પૈકી ત્રણ મહિના પસાર થઈ ગયેલ છે. આ ઘંટનાનું અવલોકન કરવા માટેના માર્ગદર્શન માટે સંપર્ક  ખગોળ મંડળ, શ્રી કિરીટ શાહ – ૯૪૨૬૯ ૧૬૬૮૧ અને અમિત વ્યાસ – ૯૯૭૮૯ ૨૯૦૮૦નો સંપર્ક કરવા પત્રકાર સંજયભાઈ જાનીની એક યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here