કોરોના વેક્સીન : સમાજમાં ફેલાયા છે આવા ભ્રમ, તંત્ર જાગૃતી આપશે ?

0
511

જામનગર : મેડીકલ સાયન્સના પૂર્ણત્યા વિકાસ પૂર્વે શહેરથી માંડી અંતરિયાળ ગામડા સુધી ઊંટ વૈદું પ્રચલિત હતું. આરોગ્ય અને સારવારને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રધ્ધા પ્રચલિત હતી. આજે પણ આંતરિયાળ ગામડાઓમાં બાળકોને ‘ટાઢા’ દેવાની બેહદ હાનીકારક અંધશ્રદ્ધા પ્રચલિત છે. તો અનેક ગામડાઓમાં ઓર્થોપેડીક સારવારને બદલે ઊંટ વૈદ પાસે આજે પણ લઇ જવાય છે દર્દીને, આવી સ્થિતિ વચ્ચે કોરોનાકાળની આફત આવી પડી છે. સરકારે ભરપુર પ્રયાસ કરી આ વૈશ્વિક બીમારીને નાથવા પ્રયાસ કર્યા છે. ક્યાંક કાયદાના જોરે તો ક્યાંક ચિકિત્સાના માધ્યમથી તંત્ર હમેશા કોરોના સંક્રમણ ખાળવા મેદાનમાં રહ્યું છે. હવે જયારે આ રોગને નાથવા સરકાર દ્વારા વેક્શીનેશનના અંતિમ પગલા તરફ દેશ આગળ વધી રહ્યો છે ત્યારે વેક્સીનને લઈને સમાજમાં ભ્રામકતા ઉભી થઇ છે અથવા ઉભી કરવામાં આવી છે.

આખિરકાર કોરોના સામેનો જંગ આખરી પડાવ પર આવી પહોચ્યો છે. લાંબી ચાલેલી લડાઈમાં હવે જીત નીચ્ચિત માનવામાં આવી રહી છે, સરકાર દ્વારા કારગત ઉપાય રૂપે ‘રસીકરણ’ તરફ મજબુત પગલું ભર્યું છે. ચાલુ માસના અંત સુધીમાં રસીકરણની પ્રક્રિયા શરુ પણ કરી દેવામાં આવશે, પરંતુ મહત્વાકાંક્ષી પ્રક્રિયા પૂર્વે જામનગર સહિત રાજ્યભરમાં રસીકરણને લઈને ભ્રમ ઉભા થયા છે.

અમુક નાગરિકો એવું માની રહ્યા છે કે સરકાર દ્વારા જે વેક્સીનની વાત કરવામાં આવી રહી છે તેનું પરીક્ષણ કેટલા તબ્બકામાં અને ક્યાં થયું ? ક્યાં તબક્કામાં કેવું પરિણામ મળ્યું ? કઈ લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું ? આ તમામ બાબતો સતાવાર જાહેર કરવી જોઈએ. ઉમર પ્રમાણે કરવામાં આવેલ પરીક્ષણમ કઈ કેટેગરીમાં સાનુકૂળ-પ્રતિકુળ પરિણામ રહ્યું તેના પણ આકડા પ્રસિદ્ધ થવા જોઈએ એમ પણ અનેક નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

જયારે અમુક નાગરિકો એવો સીધો આક્ષેપ કરી રહ્યા છે કે વેકસીનના નામે સરકાર દ્વારા જનઆરોગ્ય સાથે ચેડા કરવા જઈ રહ્યું છે. વેક્સીનેશન કરાયા બાદ આડ અસર થશે તો કોની જવાબદારી ? એવા વેધક સવાલો પણ થઇ રહ્યા છે. આવા સવાલને લઈને અનેક નાગરિકોએ વેક્સીન નહિ લેવાનું પણ મન મનાવી લીધું છે. કોરોનાની સાથે હવે વેક્સિનના ડોઝ પર જનતામાં મત મતમતાંતર ફેલાયા છે. વેક્સિન લેવાથી આડ અસર તો નહી થાય ને ? વેક્સિન લઈશું તો આગળના જીવનમા અન્ય તકલીફ થશે તેનો ડર છે. ફેમિલી ડોકટરની સલાહ વિના વેક્સિન નહી લેવાનું પણ અમુક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

આ તમામ ચર્ચાએ વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે સરકાર-આરોગ્ય તંત્ર દ્વારા જન સુખાકારી માટે ભરપુર પ્રયાસો કરવામાં આવ્યા છે કોરોના હોસ્પીટલમાં અપાતી સારવાર માટે સરકાર અને તંત્રને ખરેખર દાદ દેવી ઘટે. ત્યારે હાલ વેક્સીનને લઈને ભ્રમ ફેલાયો છે તે ગેરવ્યાજબી છે. જો કોરોનાથી દેશને મુક્ત કરવો હોય તો વેક્સીનેશન જરૂરી છે એવી વાસ્તવિકતા જન-જન સુધી પહોચાડવી પડશે. અન્યથા શરુ થયેલ અફવાઓ વધુ પ્રબળ બનશે. જનમાનસમાં ઉઠી રહેલ સવાલોને લઈને સરકારે સામે આવવું જોઈએ, આરોગ્ય તંત્રએ જાગૃતિ માટે કમ્પેઇન ચલાવવું જોઈએ તો જ કોરોનાની લડાઈમાં સંપૂર્ણ વિજેતા બની શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here