ભાજપના વોર્ડ વોટ્સએપ ગ્રુપમાં એડલ્ટ વિડીયો અપલોડ થતા જ મહિલાઓ મુંજાઈ….

0
947

જામનગર અપડેટ્સ : ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વોટ્સઅપ ગ્રુપમાં અવારનવાર ભીભ્ત્સ વિડીઓ અને ઈમેજ અપલોડ થતી હોવાની અવારનવારની ઘટનાઓ સામે આવતી રહી છે ત્યારે સુરતથી વધુ એક આવી જ ઘટના સામે આવી છે. જેમાં જે ગ્રુપમાં ધારાસભ્ય અને મહિલા કાર્યકરો સહિતનાઓ છે તેમાં એક કાર્યકરના મોબાઈલ પર થી એડલ્ટ વિડીઓ અપલોડ થતા ચકચાર જાગી છે.

સુરતના વોર્ડ નમ્બર ૧૧ના એક વોટ્સએપ ગ્રુપમાં વિજય મોદી નામના કાર્યકરના મોબાઈલ માંથી એક બીભત્સ વિડીઓ અપલોડ થયો હતો. વોર્ડ નમ્બર 11 માં ભાજપના કાર્યકર્તા અશ્લીલતા સામે આવતા જ ગ્રુપના સીમાડા છોડી આ વાત સમગ્ર ભાજપ ગ્રુપમાં ફેલાઈ ગયો હતો. જેને લઈને ભાજપનું શહેર સંગઠન હરકતમાં આવ્યું હતું. ભાજપના એમએલએ અને મહિલા કાર્યકર્તાઓ જે ગ્રુપના સભ્ય છે તે ગ્રુપમાં બક્ષીપંચના હોદેદ્દાર એવા વિજય મોદીના મોબાઈલમાંથી ત્રણ વિડીઓ અપલોડ થતા આ મુદ્દો મીડિયામાં પણ છવાયો હતો. દુકાન ચલાવતા કાર્યકર્તાએ સફાઈ આપી કહ્યું હતું કે મારા ચાર વર્ષના પુત્ર પાસે મોબાઈલ હોવાથી તેના દ્વારા અપલોડ થયાની ચોખવટ કરી હતી પરતું ભાજપા સંગઠને આં બાબતને ગમ્ભીર ગણી છે અને કાર્યકર્તાને સ્પષ્ટ સુચના આપી કડક શબ્દોમાં સરભરા કરી હોવાનું પણ અંતરંગ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here