જામનગર : યુવાનની ક્રૂર હત્યા કરી, લાસને પથ્થરથી બાંધી, નાખી દીધી કુવામાં, ૧૧ વર્ષે આરોપી પકડાયો

0
836

જામનગર : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામેં થયેલ ક્રૂર હત્યા પ્રકરણમાં ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે પડકી પાડયો છે. યુવાનના હત્યા પ્રકરણમાં સંડોવાયેલ ચાર પૈકીનો આ સખ્સ અમરેલી જીલ્લામાં ખેત મજુરી કરતો મળી આવ્યો છે. આરોપીઓએ ક્રુરતા પૂર્વક યુવાનની હત્યા નીપજાવી હતી અને લાસને કંતાન સાથે બાંધી કુવામાં ફેકી દીધી હતી.

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામે વર્ષ ૨૦૦૯માં એક આદિવાસી યુવાનની ક્રૂર હત્યા નીપજાવવામાં આવી હતી. જે તે સમયે ચાર આદિવાસી શ્રમિક સખ્સોએ જ યુવાનને આંતરી લઇ રાત્રીના સમયે ક્રુરતા પૂર્વક માર મારી પતાવી દીધો હતો. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને કંતાનમાં વીંટી કુવામાં ફેકી દઈ ચારેય સખ્સો નાશી ગયા હતા. પ્રેમ પ્રકરણના મનદુઃખને લઈને યુવાનની હત્યા નીપજાવવામાં આવી હતી. આ પ્રકરણમાં એક સખ્સ આ જ દિવસ સુધી ફરાર હતો. જામનગ પેરોલ ફર્લો સ્કવોડને મળેલ ચોક્કસ હકીકતને લઈને ગઈ કાલે ટીમ દ્વારા અમરેલી જીલ્લાના દુર્ગમ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં આરોપી ટીનકા ઉર્ફે ટીનીયા માધીયા મસાણીયા રહે અંબાર ગામ પટેલ ફળિયું, કઠીવાડા, જી-અલીરાજપુર વાળાને વડીયા તાલુકાના વાડી વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો. આ કાર્યવાહી  પીએસઆઈ એ એસ ગરચરના નેતૃત્વ હેઠળ પાર પાડવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here