ટીટોડી ગામે જુગારીઓ રોન કાઢે તે પૂર્વે LCBની રોન, લાખેણો જુગાર રમતા હતા આ સખ્સો

0
720

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના મેઘપર ટીટોડી ગામે સ્થાનિક એલસીબી પોલીસે દરોડો પાડી બંધ બારણે તીનપતીના જુગારની મોજ માણતા આઠ સખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. પોલીસે પોણા લાખની રોકડ સહિત ૯૩ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જન્માષ્ટમીના તહેવારો ચાલ્યા ગયા પણ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં જુગારની મોષમ પૂરી ન થઇ, ગઈ કાલે સ્થાનિક એલસીબી પોલીસે કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે દરોડો પાડ્યો હતો. અહી મંગળદાસ ઉર્ફે મંગાભાઈ કરશનભાઈ ગોહેલ નામનો વાળંદ સખ્સ પોતાના ઘરે જુગાર રમાડતો હોવાનો હકીકતના આધારે પરબતભાઈ ઉર્ફે જયેશ ગોવિંદભાઈ આંબલીયા, અરશી ભાયા છુછર, ધાનાભાઈ અરજણભાઈ છુછર, પાલા પાંચાભાઈ લામ્બરીયા, મેરુભાઈ નારણભાઈ ચાવડા, ભીમસીભાઈ કારાભાઈ આંબલીયા, માલદેભાઈ સવદાસભાઈ છુછર નામના સખ્સોને તીનપતીનો જુગાર રમતા પકડી પાડ્યા હતા. પોલીસે તમામ સખ્સોના  કબજામાંથી રૂપિયા ૭૧૮૨૦ની રોકડ અને આઠ મોબાઈલ સહીત રૂપિયા ૯૩૮૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here