અરેરાટી : કાલાવડ-જામનગર નજીક બે યુવાનોના કારની ઠોકરે મોત

0
633

જામનગર : જામનગરમાં જીલ્લાના કાલાવડ તાલુકાના શીશાંગ ગામ પાસે ગઈ કાલે સાંજે પુર ઝડપે દોડતી એક કારે ઠોકર મારતા બાઈક ચાલક યુવાનનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે. અકસ્માત નીપજાવી નાશી ગયેલ કાર ચાલકની શોધખોળ શરુ કરી છે. જયારે જામનગર નજીક કાર પાછળ બુલેટ અથડાતા ખાવડી ગામના યુવાનનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

કાલાવડ તાલુકા મથકથી ૧૬ કિમી દુર ગઈ કાલે સાંજે સાતેક વાગ્યે પુર ઝડપે દોડતી જીજે ૦૩ ડીજી ૯૬૦૭ નંબરની કારના ચાલકે સામેથી આવતી એક મોટર સાયકલને જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો. શીશાંગ-નીકાવા ગામ રોડ પર આવેલ મામા સરકારના મંદિરની આગળ રોડ પર થયેલા આ અકસ્માતમાં નિકાવા ગામેથી શીશાંગ ગામે ગાડીમાં પેટ્રોલ પુરાવવા જતો કરણભાઈ ઉર્ફે કટ્ટીભાઈ ભગાભાઈ ખાટરિયા ઉવ ૨૦ નામના યુવાન બાઈક પરથી ફંગોળાઈ ગયા હતા. અકસ્માત નીપજાવી કાર ચાલક નાશી ગયો હતો. આ બનાવમાં માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા કરણભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મોટા ભાઈ કમલેશભાઇ ભગાભાઇ ખાટરીયાએ નાશી ગયેલ કાર ચાલક સામે ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. જયારે જામનગર-ખંભાલીયા ધોરીમાર્ગ પર આવેલ નાઘેડીના પાટીયાથી આગળ પુલીયા પાસે રોડ ઉપર ગત તા. ૩૦ના રોજ બપોરે બેક વાગ્યે અકસ્માત સર્જાયો હતો. જેમાં જામનગરથી ખાવડી તરફ જતા જીજે ૧૦ ડીડી ૧૧૨૩ નંબરના બુલેટની જીજે ૧૦ સીજી ૭૧૬૨ નંબરની કારના ચાલકે ઓવરટેક કરી હતી. આગળ થયેલ કારના ચાલકે એકાએક બ્રેક મારી થંભાવી દેતા જ પાછળ જતું બુલેટ પાછળ અથડાઈ ગયું હતું. જેમાં નટુભા દોલુભા અને પાછળ બેઠેલ રણજીતસિંહ ચનુભા જાડેજા ઉવ ૫૪ એમ બંને બુલેટ પરથી ફંગોળાઈ ગયા હતા અને નટુભાને ગંભીર ઈજાઓ પહોચી હતી. દરમિયાન બંનેને જામનગર ખસેડાયા હતા. જ્યાંથી નટુભાને અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા. જયા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ બનાવ અંગે કાર ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here