કલ્યાણપુર : અવાવરું મકાન લઇ જઈ વૃધ્ધાની હત્યા કોણે નીપજાવી ? સનસનાટી

0
432

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકા મથકે ગઈ કાલે સાંજે વૃધ્ધાની બોથડ પદાર્થના ઘા ફટકારી કરપીણ હત્યા નીપજાવવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે. બે પુત્રો બહારગામ સેટ થઇ ગયા બાદ વૃદ્ધ દંપતી ભાડાના મકાનમાં રહે છે. સાંજે કરિયાણું લેવા બજારમાં નીકળ્યા બાદ મૃતક પરત ફર્યા હતા જયારે પતિ બજાર રોકાયા હતા. જે પરત ઘરે આવતા વૃદ્ધ પત્ની ઘરે જોવા ન મળતા આખરે એકાદ કલાકની શોધખોળ બાદ તેણીનો તેના જ મકાનની સામે આવેલ અવાવરું મકાનમાંથી હત્યા નીપજાવાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. અસ્તવ્યસ્ત કપડા અને માથાના ભાગે ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળેલ મૃતદેહનો પોલીસે કબજો સંભાળી અજાણ્યા સખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

કલ્યાણપુર તાલુકા મથક હનુમાન ચોક ખાતે કુંભાર વાડી પાછળ રહેતા ભાડાના મકાનમાં રહેતા જયાબેન જટાશંકરભાઈ ભોગાયતા નામના વૃદ્ધ મહિલા ઘરેથી ગુમ થઇ જતા વૃદ્ધ પતિ સહિતનાઓએ શોધખોળ શરુ કરી હતી જેમાં પત્ની જયાબેનનો મૃતદેહ તેના મકાનની સામે આવેલ એક અવાવરું મકાનમાંથી માથાના ભાગે ગંભીર ઈજાઓ પામેલ હાલતમાં મળી આવ્યો હતો. મૃતક મહિલા અને તેના પતિ સાંજે સાડા ચારેક વાગ્યે પોતાના ઘરેથી સાથે જ કરિયાણું લેવા ગયા હતા. દરમિયાન વૃદ્ધ બજાર રોકાઈ ગયા જયારે મહિલા પરત ઘરે ફર્યા હતા. દરમિયાન સાડા પાંચેક વાગ્યે ઘરે ગયેલ વૃદ્ધને પત્ની જયાબેન નજરે નહીપડતા શોધખોળ કરવામાં આવી હતી. મૃતકના એક પુત્ર જામનગર અને અન્ય પુત્ર સેલવાસમાં સ્થાઈ થયા છે અહી બંને એકલા જ ભાડાના મકાનમાં રહેતા હતા. પોલીસે અજાણ્યા સખ્સોની સામે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓના સગળ મેળવવા તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here