અરેરાટી : લુટારુએ નેપાળી ગર્ભવતી મહિલાની હત્યા નીપજાવી, આ સખ્સ સામે શંકા, તમે જોયો છે ?

0
716

જામનગર અપડેટ્સ : જામનગર નજીકના દરેડ ગામે આવેલ જીઆઈડીસી વિસ્તારના ગોડાઉન જોનમાં રહેતા એક નેપાળી પરિવારની આઠ માસનો ગર્ભ ધરાવતી મહિલાની કરપીણ હત્યા નીપજાવવામાં આવી છે. લુંટના ઈરાદે કરવામાં આવેલ હત્યાને પગલે ચોકીદારી કરતા નેપાળી યુવાનનો સંસારનો માળો વિખેરાઈ ગયો છે. રોકડ અને દાગીનાની લુંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે. લુંટ કરી નાશી ગયો હોવાનું સામે આવતા પોલીસે અજાણ્યા સખ્સ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જીઆઈડીસી વિસ્તારમાં આજે બપોર બાદ ગોડાઉન વિસ્તારમાં રહેતા નેપાળી પરિવારની મહિલાની કરપીણ હત્યા નીપજાવવામાં આવી હતી. અવાવરું જગ્યાએ રહેતા નેપાળી ઇન્દ્રબહાદુર ઉવ ૩૮ નામના યુવાન કારખાનામાં ચોકીદારી કરવા ગયા બાદ ઓરડીમાં એકલી પડેલી તેમની પત્ની ભાવીશાબેન ઉર્ફ અંજુબેન ઉવ ૩૫ પર કોઈ અજાણ્યા સખ્સે છરી વડે હુમલો કરી કરપીણ હત્યા નીપજાવી હતી. આ ઘટનાની જાણ થતા એએસપી, એલસીબી અને પંચકોશી બી ડીવીજન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો. ઘરમાં વેર વિખેર સમાન નેપાળી ચોકીદારના જણાવ્યા મુજબ પાંચેક હજારની રોકડ રકમ તથા અમુક દાગીના ગુમ હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને મહિલાની હત્યા લુંટના ઈરાદે કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે તાત્કાલિક આજુબાજુ જતા આવતા રસ્તા પરના સીસીટીવી ફૂટેજ ચેક કરાવ્યા હતા જેમાં એક સખ્સની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી. પોલીસે શકમંદ સખ્સ સુધી પહોચવા જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. મૃતક આઠ માસનો ગર્ભ ધરાવતી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવના પગલે મૃતક મહિલાનો પતિ અવાચક બની ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here