એલર્ટ : આર્મી ભરતીની લેખિત પરીક્ષા મોકૂફ

0
478

જામનગર : મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી જામનગર દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ-ભુજ તેમજ દીવના ઉમેદવારોને તાત્કાલિક ધોરણે જણાવવામાં આવે છે કે, આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ જામનગર દ્વારા ૨૫ જુલાઈ ૨૦૨૧ના રોજ શ્રી સત્યસાંઈ વિદ્યાલય જામનગર ખાતે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું, હાલ આ લેખિત પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલ છે.


આ લેખિત પરીક્ષાની નવી તારીખ જાહેર થતા દરેક ઉમેદવારોને ફરીથી સોશિયલ મીડિયા તેમજ અખબારયાદી દ્વારા નવી તારીખની જાણ અવશ્ય કરવામાં આવશે જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવા મદદનીશ નિયામક રોજગાર, જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here