એલર્ટ : સરપંચ-સભ્ય પદની ચૂંટણી લડવી છે ? આટલો જ ખર્ચ કરજો નહિતર….

0
805

આગામી માસમાં રાજયભરના મોટાભાગની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે, આ પ્રક્રિયા પૂર્વે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચોક્કસ માર્ગદર્શિકા તૈયાર કરી છે. જેમાં લાયકાતથી માંડી ખર્ચ સહિતની બાબતોનો સમાવેશ થાય છે. ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માટેની યોગ્યતા, વય મર્યાદા, ડીપોજીટ અને ખર્ચ સહિતની બાબતો વિષે આજે અહી ચર્ચા કરીએ.

જામનગર અને દેવભૂમિ દ્વારકા સહીત રાજ્યની મોટાભાગની ગ્રામ પંચાયતો માટે આગામી મહીને ત્રીજા સપ્તાહમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો કે એ પૂર્વે રાજ્ય ચૂંટણી પૂર્વે અમુક મર્યાદાઓ નક્કી કરી છે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સરપંચ અને સભ્યદીઠ કરવામાં આવનારા ખર્ચ અંગે મર્યાદાઓ નક્કી કરી લેવામાં આવી છે. જેમાં જો કોઈ ગ્રામપંચાયત 12 વોર્ડ સુધીની હોય તો સરપંચની ચૂંટણી લડતા ઉમેદવાર માટે વધુમાં વધુ રૂા.15000, આ ઉપરાંત 13 થી 22 વોર્ડ સુધીની ગ્રામ પંચાયત હોય તો સરપંચની ચૂંટણી લડતા ઉમેદવાર માટે રૂા.30000 અને 23 કે 23 વોર્ડથી વધુ વોર્ડની ગ્રામ પંચાયત હોય તો સરપંચની ચૂંટણી ચૂંટણી લડનાર ઉમેદવાર માટે વધુમાં વધુ રૂા 45000ના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. ખર્ચ અંગેની વિસંગતતા સામે આવશે તો પંચ દ્વારા યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ ઉપરાંત ફી અંગેની વાત કરીએ તો જે ગ્રામ પંચાયતમાં સામાન્ય સીટના સરપંચ તરીકે હોય તે માટે રૂા 2 હજાર, સભ્ય માટે રૂા 1 હજાર, સામાન્ય સીટ સિવાયના સ્ત્રી, સા.શૈ.પ, અજજા, અજા કેટેગરીના સરપંચ પદના ઉમેદવાર માટે રૂા 1000 ફી તેમજ સભ્ય માટે રૂપિયા 500 ડિપોઝીટ ભરવાનું નક્કી કરવામાં આવ્યું છે.  આ ઉપરાંત જાહેરનામાં વખતે જે નિયમો છે તે તમામ નિયમો યથાવત રાખવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here