પાન-મસાલાના વ્યસની છો ? થોડા માઠા સમાચાર છે તમારા માટે

0
1874

જામનગર : રાજ્યભરમાં લોકલ સંક્રમણના વકરી રહેલા પ્રભાવને લઈને  આજે આરોગ્ય અગ્ર સચિવે સુરત ખાતે મહત્વનું નિવેદન આપ્યું છે. જે વિસ્તારમાં લોકલ ટ્રાન્સમિશન વધે છે ત્યાં આવેલ પાન મસાલાની દુકાનો પર પ્રતિબંધ લાદવામાં આવશે. પરંતુ હજુ સુધી આ નિર્ણય લેવાયો નથી પરંતુ વિચારણા હેઠળ છે.

મસાલાના બંધાણી માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પાન મસાલાની દુકાનો ફરી બંધ થાય તેવી શક્યતા છે. સુરતમાં આરોગ્ય અગ્ર સચિવે સંકેત આપ્યા છે. આજે સુરત ખાતે કહ્યું કે, જે વિસ્તારમાં કેસ વધશે ત્યાં પાન-મસાલાની દુકાનો બંધ કરીશું. જેને લઇને પાન-મસાલાના બંધાણીઓએ સ્ટોક કરવાનું શરૂ કર્યું છે. બની શકે આવતી કાલથી દુકાનો પર લાઈનો શરૂ થઈ જવાની પણ શકયતા છે. શહેરની ગ્રેઇન માર્કેટમાં હોલસેલ વેપારીઓના એકમો પર પાન-મસાલાના રસિકોની લાઈનો લાગે એવું પણ બની શકે.સુરતમાં વધતા જતા દર્દીઓને લઈને અગાઉ જયંતિ રવિએ કહ્યું  હતું કે, હિરા ઉદ્યોગમાં બેસવાની વ્યવસ્થા અને રસ્તા પર થૂંકવાની કુટેવના કારણે કોરોનાનું સંક્રમણ વધવાનું એક કારણ હોઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here