ફ્રેસ ન્યુઝ : રાતથી સવારે આઠ વાગ્યા સુધીની જીલ્લાની સમાચાર સફર

0
636

જામનગર : ગઈ કાલે ગુરુવારનો દિવસ પણ રોગીષ્ઠ રહ્યો હતો. કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જયારે મેઘરાજાએ પણ વિરામ લીધો હોય તેમ એક જ તાલુકા મથકે કૃપા વરસાવી છે. જયારે ગુના ખોરીની વાત કરીએ તો જામજોધપુર પંથકમાં તગડું વ્યાજ વસુલવા બાપ-દીકરાઓએ એક  યુવાનના ઘરમાં ઘુસી હુમલો કરી માર માર્યો છે. બીજી તરફ જીલ્લાના મોટાભાગના સરકારી દફતરોએ અરજદારો અને નાગરિકોથી કિનારો કરી લઇ કચેરીમાં મનાઈ ફરમાવી દીધી છે. ચાલો વિસ્તારથી  જોઈએ સમાચારોની રફતાર, તદ્દન નવી

(૧) જામનગર શહેમાં ફેલાયેલ લોકલ ટ્રાન્સમીશન કાળ હવે જીલ્લા સુધી ફેલાઈ ગયો છે. ગઈ કાલે જામનગર શહેર જીલ્લામાં દિવસ દરમિયાન કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો હતો, જેમાં જામનગરમાં છ, કાલાવડમાં બે મળી કુલ આઠ દર્દીઓ નોંધાયા હતા. જયારે કોવીડ હોસ્પિટલમાં દાખલ વધુ છ દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા તેઓને રીલીવ કરવામાં આવ્યા હતા. જીલ્લામાં કુલ દર્દીઓની વાત કરીએ તો અત્યાર સુધી ૨૪૨ દર્દીઓ નોંધાયા છે જેમાં છ દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે.

(૨) જામનગર જીલ્લામાં સતત ત્રીજા દિવસે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. આ વખતે પણ કાલાવડ અને જામજોધપુર તાલુકા પર મેઘરાજા મહેરાબાન રહ્યા છે. ગઈ કાલે સાંજ અને રાતના ગાળામાં કાલાવડ તાલુકા મથકે ૧૯ મીમી વરસાદ પડ્યો છે. જયારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ એકાદ ઇંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. કાલાવડને બાદ કરતા જીલ્લામાં ક્યાય વરસાદના વાવડ મળ્યા નથી.

(૩) જામજોધપુર તાલુકાના બાલવા ગામે બે પુત્રો અને પિતાએ એક યુવાનને વ્યાજના વિષચક્રમાં ફસાવ્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. બે લાખ રૂપિયા વીસ ટકા અને અન્ય બે લાખ દસ ટકાના તગડા વ્યાજે આપી ત્રણેય સખ્સોએ ગઈ કાલે વારદાતને અંજામ આપ્યો હતો. છેલ્લા લાંબા સમયથી વ્યાજ ભરવામાં નિષ્ફળ ગયેલ યુવાનના ઘરમાં ઘુસી વ્યાજખોરોએ યુવાન અને અન્ય એક યુવાનને માર માર્યો હોવાનું સામે આવ્યું છે.

(૪) જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી એક ક્ષત્રીય સખ્સને એલસીબી પોલીસે અને ધુવાવ ગામેથી પંચકોશી એ ડીવીજન પોલીસે અન્ય એક સખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડ્યા હતા. બંને સખ્સો પાસેથી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો છે. (૫) જામજોધપુરમાં પાળેશ્વર વિસ્તામા જુગાર રમતા ચાર સખ્સોને સ્થાનિક પોલીસે રોકડ સહિતના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here