જામનગર : જામનગર મહાનગર પાલિકાના ભાજપના કોર્પોરેટરના પુત્ર અને તેના ભત્રીજાઓએ શારીરિક શોષણ કરી શિયળ લૂટ્યાની એક યુવતીએ પોલીસ દફતરમાં અરજી કરતા સનસનાટી મચી જવા પામી છે. જામનગર મહાનગરપાલિકાના ભાજપના એક નગરસેવકના પુત્ર-ભત્રીજાઓએ એક યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદી અરજી કરવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે.
તાજેતરમાં પોલીસ દફતરમાં પહેચેલ યુવતીએ પોતાની પર ભાજપાના નગરસેવકના પુત્ર અને તેના ભત્રીજાઓએ દુષ્કર્મ ગુજાર્યાની રાવ કરી રડવા લાગી હતી. યુવતીની અરજીની તપાસ ચલાવ્યા બાદ તપાસકર્તા પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ભાજપના નગરસેવકના પુત્ર અને ભત્રીજો સામેની યુવતીની અરજી લીધી છે જેમાં યુવતીએ દુષ્કર્મની રાવ કરી હતી. જેમાં ભાજપના નગરસેવકના પુત્રનો સાઈડ રોલ હોવાનું સામે આવ્યું છે.
જો કે તપાસ દરમિયાન જે યુવક સામે બળાત્કાર ગુજાર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે તેની સાથે યુવતીએ લવ મેરેજ કર્યા છે. પરંતુ થોડા સમયમાં જ બંને વચ્ચે વાંધો પડયો હતો અને નગરસેવકના પુત્ર સહિતનાઓ તેણીને સમજાવવા પણ ગયા હતા. યુવતીનો બળાત્કારનો આક્ષેપ તથ્ય વિહોણો છે કારણ કે યુવતીએ રાજી ખુશીથી પ્રેમ લગ્ન કર્યા છે. આ કિસ્સામાં યુવતી સાથે મારકૂટ કે ત્રાસ અપાયો હોય તો સ્ત્રી અત્યાચાર ધારા મુજબ કાર્યવાહી થઇ શકે. પરંતુ બળાત્કારનો આક્ષેપ માત્ર આક્ષેપ પુરતો જ છે એમ પોલીસ અધિકારીએ ઉમેર્યું છે.