યુવા ઉમેદવાર: ભાજપે માત્ર 21 વર્ષની શિક્ષિત યુવતીને આપી છે ટીકીટ, જાણો શુ કહે છે યંગ ઉમેદવાર

0
1543

જામનગર : ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા સિનિયર નેતાઓ ને ભાજપે આ વખતે ઘરે બેસાડ્યા છે આ ઉમેદવારોની જગ્યાએ ભાજપ દ્વારા યુવા ઉપર પસંદગી ઢોળવામાં આવી છે ત્યારે જામનગરમાં વોર્ડ નંબર એકમાં ભાજપ દ્વારા એક એવા યુવા ઉમેદવારની પસંદગી કરવામાં આવી કે જેની ઉંમર માત્ર ૨૧ વર્ષ છે વોર્ડ નંબર એકમાં પસંદગી પામેલા આ મહિલા ઉમેદવારે લોકભોગ્ય કામ કરવાનું વચન આપ્યું છે આ ઉપરાંત શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ વધુ ધ્યાન આપવાની વાત કરી છે.


દાદા અને પિતાની રાજકીય સફરને આગળ વધારી મનીષા અનિલભાઈ બાબરીયા હવે સમાજ સેવા કરવા માંગે છે. ખાસ મહિલાઓના ઉત્કર્ષમાં જે ખામીઓ રહેલી છે એ ખામીઓ દૂર કરવા પ્રયત્નો કરશે એમ તેઓનું માનવું છે. આ ઉપરાંત ભાજપની વિચારધારાને ઉત્તમ ગણાવી પ્રજાના સાચા પ્રતિનિધિ બનવાના પૂરતા પ્રયાસ કરીશ એમ પણ મનીષાએ ઉમેર્યું હતું.

ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા લેવામાં આવેલ નિર્ણયનો ભલે પક્ષમાં આંતરિક વિવાદ જગાવ્યો છે પણ શહેરને યુવા ઉમેદવારો આપી વિકાસ યાત્રામાં સહભાગી બનાવ્યા છે. એક તરફ ભાજપ યુવા અને શિક્ષિત ઉમેદવારોની પસંદગી કરી રહ્યો છે ત્યારે જામનગરના ઉમેદવાર ભાજપની ધારણાઓ પર કેટલા ખરા ઉતરે છે એ સમયે કહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here