વાઈફ એક્સચેન્જ : અમદાવાદથી સામે આવ્યું પત્નીની અદલાબદલીનું પાપ

0
839

જામનગર અપડેટ્સ : દાયકાઓ પૂર્વે જામનગરમાં કી પાર્ટીના નામે જે ખેલ શરુ થયા હતા તેને આધુનિકરૂપ આપી અમદાવાદમાં હાલ વાઈફ એક્સચેન્જનો નવો ટ્રેન્ડ શરુ થયો છે. દંપતીના અતિ પવિત્ર સબંધો સાથે કેવી રમત રમાઈ રહી છે ? સંસ્કારી-સભ્ય સમાજની વચ્ચે રહી અનેક ભદ્ર સમાજના દંપતીઓ કેવા કેવા ખેલ કરી રહ્યા છે તે અમદાવાદથી ઉઘાડું પડ્યું છે. અમુક માલેતુજાર દંપતીઓ વચ્ચે આ ખેલ ખેલાય છે. જેમાં એકબીજાને પત્નીઓ સોપી દેવામાં આવે છે. ‘વાઈફ સ્વેપિંગ’ તરીકે પ્રસ્થાપિત થયેલ આ રમત ભદ્ર સમાજમાં ગુપ્ત રીતે રમાય છે. છાને ખૂણે અને બંધ બારણે રમાતી આ રમત મોટે ભાગે રાત્રે જ રમાય છે.

અમદાવાદમાંથી આવું નેટવર્ક સામે આવ્યું છે. એક પત્નીએ પિયરની મદદ લઇ પોલીસ દફતરે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ પ્રકરણની તપાસ હાથ ધરી છે. આ રમત માટે હવે સ્પેશિયલ પાર્ટીઓ યોજાય છે. અંત્યત ગુપ્ત સ્થળે મોટી હોટેલ કે ફાર્મ હાઉસમાં માલેતુજાર દંપતીઓ એકઠા થાય છે. આ પાર્ટી અંગે અગાઉથી જ તમામ દંપતીને જાણ કરી દેવામાં આવે અને અને નિયમો પણ સમજાવી દેવામાં આવે છે જેને નિયમોનો સ્વીકર હોય તે જ પાર્ટીમાં ભાગ લઇ શકે છે.

પોતાનો એક નાઈટ પાર્ટનર પસંદ કરવા માટે હોટેલ કે ફાર્મહાઉસમાં અગાઉથી નક્કી કરાયેલ સ્થળે કારની ચાવીઓ એકત્ર કરવામાં આવે છે. તમામ દંપતીઓની ચાવીઓ એકત્ર થયા બાદ પતિઓ એક-પછી એક ચાવીઓ કાઢે છે. જેના ભાગમાં જે કારના માલિકની ચાવી આવી હોય તેની પત્ની સાથે તે રાતભરના પાર્ટનર તરીકે રંગરેલીયા  ઉડાવે છે. વાઈફ સ્વેપિંગમાં શરત એ છે કે પાર્ટી પૂરી થયા બાદ દંપતી વચ્ચે આ બાબતને લઈને ક્યારેય મતભેદ ન થવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here