તોડફોડ : પવનચક્કીની ડીપીના ડબલ પોલ અને ત્રણ સિંગલ પોલ ઉખેડી ફેકતા સખ્સો

0
450

જામનગર : જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામે રહેતા બે સખ્સોએ ખાનગી પવનચક્કીના બે સખ્સોએ સીમ વિસ્તારમાં આવેલ વીજલાઇનના ડીપીના ડબલ પોલ અને ત્રણ સિંગલ પોલ પાડયા હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાઈ છે. બંને સખ્સોએ કંપનીના કર્મચારી સાથે બીભત્સ વાણીવિલાસ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

પ્રતીકાત્મક તસ્વીર

જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામની સીમમાં બુધાભાઈ મેસુરભાઈ ભરવાડની વાડી પાસે આવેલ વિન્ડ વર્લ્ડ ઈન્ડીયા લીમીટેડ કંપનીના પવનચક્કી પોલ લોકેશન નંબર ૨૦૧૮ તથા ૨૦૧૯ માંથી પાવર સપ્લાય કરતી વીજ લાઈનનાં લોખંડના ડીપીના ડબલ પોલ અને ત્રણ સીંગલ પોલ પાડી નાખી સડોદર ગામના જ નરેશભાઈ ખીમાણંદભાઈ બેરા અને  બુધાભાઈ મેસુરભાઈ ભરવાડ નામના બે સખ્સોએ પાવર સપ્લાય બંધ કરી જેમ ફાવે તેમ ભુંડી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની કંપનીના કમચારી નરેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા રહે.૧૩૬/એ  મહાવીર સોસાયટી,રણજીતસિંહ નિરાધાર આશ્રમ પાસે, શરૂ સેકશન રોડ,જામનગર વાળાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ સામે આઈપીસી કલમ ૪૨૭,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા ઈલેકટ્રીસીટી એકટ ૨૦૦૩ની કલમ ૧૪૦ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here