અમરનાથ યાત્રાએ ગયેલ જામનગરના મીડિયાકર્મીઓ કેમ થયા નિરાશ

0
999

જામનગર : પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે જ સમગ્ર હાલારના શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે ત્યાં જ અમરનાથ યાત્રાને લઈને માઠા સમાચાર આવતા યાત્રાએ નીકળી ગયેલ જામનગરના મીડિયાકર્મીઓ સહિતના યાત્રિકોમા નિરાશા વ્યાપી ગઈ છે. મહામહેનતે શ્રીનગર પહોચેલ પ્રથમ જથ્થો બર્ફાની બાબાના દર્શન કરે તે પૂર્વે જ યાત્રા પર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવતા વર્ષોથી યાત્રા કરતા ભાવિકોને નિરાશા સાંપડી છે.

હાલ કોરોના મહામારી ચાલી રહી છે એવા સમયે પણ અમરનાથ યાત્રા યોજવા માટે લીલી ઝંડી આપવામાં આવી હતી જેને લઈને બરફાની બાબાના ભાવિકોમાં આનંદ છવાયો હતો જોકે ગણ્યા ગાઠયા જ ભાવિકો આ વખતે યાત્રા કરવા નીકળ્યા હતા. જામનગરથી દર વર્ષે બર્ફાની બાબાના દર્શને જતા પ્રેસ ફોટોગ્રાફરોમાં સંદેશના હિરેન હીરપરા અને સાંજસમાચારના ધર્મેશ રાવલ અવશ્ય યાત્રા ખેડે જ છે. આ વર્ષે પણ બંનેએ નિશ્ચિત સમય મુજબ હવાઈ મુસાફરી કરી શ્રીનગર પહોચ્યા હતા. જ્યાં કોરોના ટેસ્ટ અને એક દિવસીય ક્વોરેન્ટાઈન પીરીયડ પૂરો થાય તે પૂર્વે આજે સ્થાનિક પ્રસાસને અમરનાથ યાત્રા પર પૂર્ણ વિરામ મુકી દીધો છે.

હાલ જમ્મુ કાશ્મીરમાં ૧૪૫૦૦થી વધારે પોજીટીવ કેશ નોંધાઈ ચુક્યા છે અને ૨૫૦થી વધુ દર્દીઓના મૃત્યુ થયા છે. જેને લઈને યાત્રા રદ કરવામાં આવી છે. યાત્રા રદ થતા શ્રીનગર પહોચેલ જામનગરના મીડિયા કર્મીઓ સહિત દેશભરમાંથી આવેલ માત્ર ચાલીસ જ ભાવિકોમાં નિરાશા વ્યાપી ગઈ છે. આવતી કાલે આ ભાવિકો પરત ફરશે.

ઉલ્લેખનીય છે કે ધર્મેશ રાવલ છેલ્લા ૨૬ વર્ષથી રેગ્યુલર બર્ફાની બાબાની યાત્રા કરે છે જયારે હિરેન હીરપરા પણ ૧૬ વર્ષથી દર વર્ષે અમરનાથ યાત્રાએ જઈ ભોલેબાબાના આશીર્વાદ મેળવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here