આવકાર: વિક્રમભાઈનો નવો અભિગમ જનતા સાથે સીધો સંવાદ

0
1183

હાલ ચૂંટણી સત્ર ચાલી રહ્યું છે ત્યારે નેતાઓ દ્વારા સભાઓનો પ્રચંડ મારો ચાલી રહ્યો છે એવા વખતે દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ મહારાજ દ્વારા અનોખો પ્રયોગ હાથ ધરાયો છે જુદા જુદા ગામડાઓની મુલાકાત વખતે જનસભા નહીં પરંતુ અરસપરસ ચર્ચાઓને પ્રાધાન્યતા આપવામાં આવી છે. ગ્રામજનો પોતાની સમસ્યાઓ રજૂ કરે અને નેતા આ સમસ્યાના સમાધાન માટે શું કરી શકાય તથા બંને તરફે ભવિષ્યને લઈને કેવું આયોજન કરી શકાય તે અંગેનો વાર્તાલાપ ગામડે ગામડે શરૂ થયો છે. આ વાર્તાલાપને પ્રચંડ સમર્થન મળી રહ્યું છે. તાજેતરમાં ખંભાળિયાના એક ગામમાં આવી જ પરિચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંને તરફે થયેલા પરિસંવાદ બાદ સામે આવેલ સકારાત્મક પરિણામ હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

ખંભાળિયા વિધાનસભા બેઠક પર વર્ચસ્વ ધરાવતા કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ દ્વારા જનજાવતી જન સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ઉમેદવાર વિક્રમ માડમ અને તેની ટીમ દ્વારા તાલુકાના એક ગામમાં જન સંપર્ક યોજાયો હતો. જેમાં બંને તરફે તંદુરસ્ત વાતાવરણમાં ચર્ચાઓ થઈ હતી. ગ્રામજનોએ નજીકથી પોતાના નેતાને ઓળખી પ્રચંડ સમર્થન આપવાનો વિશ્વાસ ઉભો કર્યો હતો. આ વાર્તાલાપના અંશો અત્રે પ્રસ્તુત છે.

ગ્રામજનો સાથે વાત કરતા વિક્રમભાઈ માડમે પોતાની આગવી શૈલીમાં કહ્યું કે, ‘કોઈ એક વ્યક્તિ મને કહે કે, ‘વિક્રમભાઈ, આ કામ તમારાથી થતું હતું અને તે ન થયું.’ આવું એક કામ મને બતાવો જે મારાથી ન થયું હોય,.. હું 16 વર્ષથી મોદીના નામ સાથે લડું છું. કોઈની તાકાત નથી મને પડકારી શકે, કારણ કે, હું સત્યની સાથે છું. આ સરકાર લૂંટમાર સરકાર છે, નિર્દોષોને હેરાન કરે છે. તેથી કહું છું લોકશાહીનું પર્વ છે આ પર્વને વધાવી લેજો તમારાથી જ સ્થાન નક્કી થશે.
ગ્રામજનોએ પણ પોલીસની હેરાનગતિ, વીજ કર્મીઓની દાદાગીરી તેમજ ખોટી જમીન માપણી અને કરજદાર ખેડૂતોના પ્રશ્નોની ચર્ચાઓ કરી હતી.


પોલીસની હેરાન ગતિને લઈને વિક્રમભાઈ માડમે કહ્યું કે, ‘મોટા કાલાવડના બે રાજકીય મોટા માથાઓ સામે પોલીસે આતંક ગુજાર્યો, જે તે સમયે એ લોકોની જ સરકાર હતી. છતાં પણ તેઓને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. પણ હું તમને ખાતરી આપું છું કે નિર્દોષ નાગરિકો પર આવો જુલમ ક્યારેય નહીં આવવા દઉ.
જામનગર સમાજમાં વીજ પ્રશ્નને લઈને વીજ અધિકારીને ચાર કલાક સ્થળ પર કામ કરાવી પ્રશ્નનું નિરાકરણ કરાવ્યું, અધિકારીને પણ દોડવું પડે એના બાપને પણ આવું પડે આપણે સાચા હોઈએ તો!!!
પોતાના આગવા અંદાજમાં વિક્રમભાઈએ કહ્યું હતું કે, ‘સરકારી કામ માટે સરકાર જરૂરી છે. કાયદા ન બદલાવી શકું પણ ખોટી બુચડી આપતો નથી, તમારે માટે હું બનતા પ્રયાસ કરીશ’


પોતાને મત આપવા બાબતે તેઓએ કહ્યું હતું કે, ભાજપને મત દેવાથી તમે સુખી થઈ જશો તો મારી જરાય ચિંતા કરતા નહીં, કારણકે, હું જરાય દુઃખી નથી. પણ બંને બાજુથી ભાઠે ન ભરાવ એવું વિચારજો, આવું કોઈ નેતા નહીં કે હું જાહેરમાં કહું છું.
તમે બોલો, હું બોલું, વિચારોની આપલે થાય એ સારી બાબત છે. તમારો-મારો સવાલ તમારા-મારા જવાબોથી જ સારા વાતાવરણનું નિર્માણ થઈ છે આ મને ગમે છે.

27 વર્ષથી ગુજરાતમાં રહેલી ભાજપ સરકાર ને આડેહાથ લેતા તેઓએ કહ્યું હતું કે, આપણો છોકરો કૈક ભૂલ કરે તો તેને એક લાફો મારીને આપણે બેસાડી દઈએ છીએ, આ તો 27 વર્ષનો ઢાંઢો છે. શું એક વખત આપણે લાફો ન મારી શકીએ?, પેલી તારીખે તમારા ગામમાં મારું ડબલું આવશે તમને મરજી થાય તો મત આપજો, દે ઉસકા ભી ભલા ન દે ઉસકા ભી ભલા, પણ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને મતદાન મથકે જજો,
ગ્રામજનોએ પોતાની વેદના ઠાલવતા કહ્યું હતું કે આ 27 વર્ષમાં એક ગામ એવું નથી જે ગામના એક ખેડૂત માથે દેવું નહિ હોય, લોન લોન કરીને ખેડૂતને કરજદાર બનાવી દીધા છે. જેને લઈને પણ આમને સામને તંદુરસ્ત ચર્ચાઓ થઈ હતી .


અંતે માડમે કહ્યું હતું કે, હું દેશી માણસ છું. ખાલી તમારો ટેકો જોઈએ છીએ પહેલી તારીખ ધ્યાનમાં રાખજો. સમય પક્ષે ગ્રામજનોએ માડમને વધાવી લે મત આપવાની ખાતરી આપી હતી. અંતે આ ચર્ચાને વિરામ આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here