ખંભાળિયા: ગામે ગામથી ગુંજતો અવાજ ‘કાકાના કામ બોલે છે

0
1176

ગુજરાત ચૂંટણીમાં 81-ખંભાળિયા-ભાણવડ બેઠક પર ખરાખરીનો ખેલ જામ્યો છે.જેમાં કોંગ્રેસના ઉમેદવાર વિક્રમભાઈ માડમને ગામોગામથી પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે.ત્યારે આજે 9 ગામોમાં વિક્રમભાઈ માડમનો લોક સંપર્ક કાર્યક્રમ યોજાયો હતો.જે તમામ ગામોમાં લોકોએ મોટી સંખ્યામ હાજરી આપી વિક્રમભાઈના આગમનને વધાવ્યું હતું. આ દરમીયાન સમર્થકો કાકા કહીને જેને બોલાવે છે તેવા ‘કાકાના કામ બોલે છે’ તેવી સભામાં ચર્ચાઓ પણ ચાલી હતી.જેને લઈને વિરોધીઓમાં સોપો પડી ગયો છે. 

ગઈ કાલે બેહ ગામથી પ્રવાસની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ઝાકસીયા, આસોટા અને બેરાજા ગામની મુલાકાત બાદ દાત્રાણા અને હન્જડાપર ,વડત્રા, હસ્થલ તથા નવું વીરમદડ તથા વિરમદડ ગામની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here