બુધવારની અપડેટ્સ : રાતના આઠ થી સવારના આઠ વાગ્યા સુધીના ફ્રેસ ન્યુઝ

0
582

જામનગર : જામનગર સહિત સમગ્ર હાલારમાં ગઈ કાલનો દિવસ વધુ એક કુદરતી આફત લઈને આવ્યો હતો. બંને જિલ્લાઓમાં મહતમથી ભારે વરસાદે કઠણાઈ ઉભી કરી હતી. બંને જીલ્લામાં પુર હોનારતમાં પાંચ વ્યક્તિઓના મૃત્યુ નીપજ્ય હતા. તો બીજી તરફ બંને જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ પણ વધુ તેજ બન્યું છે. આવોં ફટાફટ નજર કરી લઈએ ન્યુઝ અપડેટ્સ પર……

બંને જીલ્લામાં દિવસ દરમિયાન એક થી માંડી બાર ઇંચ વરસાદ પડી જતા સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ નિર્માણ પામી હતી.જ્યાં ઓછો વરસાદ હતો ત્યાં ડેમના પાણીએ તબાહી મચાવી હતી. જો કે સાંજથી જ મેઘરાજાએ વિરામ લઇ લીધો છે. ગત રાત્રીથી આજે સવાર સુધીમાં ક્યાય નોંધપાત્ર વરસાદ નહી પડતા આજથી જનજીવન થાળે પડવાની આશા બંધાઈ છે.

જામનગરમાં ગત રાત્રીના લાલપુર રોડ પર એક કાર રોડ બાજુની કેનાલમાં પડી જતા ઘસમસતા પૂરમાં તબદીલ થયેલ કેનાલે કારને સમાવી લીધી હતી. આજે સવારે કાર કેનાલમાંથી મળી આવી હતી. ફાયર અને પોલીસે કારનો કબજો લેતા અંદરથી રાજેન્દ્ર સાંદીયા નામના એક નાગરીકનો મૃતદેહ મળી આવ્યો હતો.

જામજોધપુર નજીકના વાંસજાળિયા પાસે ગઈ કાલે મોડી રાત્રે રોડ પરના પુલ પરથી પસાર થતો એક બાઈક ચાલક બાઈક સાથે નદીના પ્રવાહમાં તણાઈ ગયો છે. પોલીસ અને સ્થાનિક તંત્રએ લાપતા બનેલ યુવાનને બચાવવા પ્રયાસ કાર્ય હતા પણ મોડે સુધી યુવાનો કોઈ પતો લાગ્યો ન હતો.

મેઘરાજાની કૃપા હવે કહેર સાબિત થઇ રહી છે તો બીજી તરફ કોરોનાની બીમારી પણ વધુ ને વધુ ઘાતક સ્વરૂપ તરફ આગળ વધી રહી છે. ગઈ કાલે જામનગરમાં વધુ સાત અને દ્વારકા જીલ્લામાં વધુ ત્રણ દર્દીઓ નોંધાયા છે. જામગરમાં મોદી રાત્રે વધુ બે દર્દીઓ પોજીટીવ જાહેર થયા છે. જયારે જામનગર હોસ્પિટલમાં એક દર્દીનું મૃત્યુ નીપજ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here