જામનગરમાં જળબંબાકાર, બાર વાગ્યા સુધી વરસાદના આંકડા

0
636

જામનગર: જામનગર જિલ્લામાં આજે સવારે આંઠ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધીમાં જામજોધપુરમાં ૫.૫.ઇંચ વરસાદ ખાબક્યો છે. જયારે જોડીયામાં માત્ર ૧૧ મીમી જ વરસાદ નોંધાયો છે. જામનગર શહેરમાં ૧૪ મીમી, કાલાવડમાં ૬૬ મીમી, ધ્રોલમાં ૧૫ મીમી, લાલપુરમાં ૬૪ મીમી વરસાદ નોંધાયો હતો. આ વરસાદના પગલે જામનગર જિલ્લાના ૨૪ જળાશયો પૈકી ૨૨ જળાશયો ઓવરફલૉ થયા હતા માત્ર બે જ જળાશયો ઓવરફ્લો નથી થયા. જિલ્લાના તમામ નદીનાળાઓમાં ભારેપુરને લીધે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા. અને નિંચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા. વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં ૫૦૦ જેટલા લોકોનું સથળાંતર કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

જામનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને જિલ્લાનાનાની સિંચાઈ યોજનાના તમામ ડેમોની સ્થિતિ ઉપર નજર કરીએતો કાલાવડને પૂરું પાડતો બાલંભડી ડેમ, લલોઈ નાની સિંચાઈ યોજના, પાચદેવડા નાની સિંચાઈ યોજના, નાની ભાલસણ બેરાજા સિંચાઈ યોજના, મછલીવડ સિંચાઈ યોજના ઓવરફ્લો થતા કાલાવડ તાલુકામાં કુલ ૬૧૧.૯૧ ઘનફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે.

જામનગર તાલુકાની જાગેડી સિંચાઈ યોજના ઓવરફ્લો થઇ છે. જેથી જામનગર તાલુકામાં ૭૬.૨૬ ઘનફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે.

લાલપુર તાલુકાની વાત કરીએતો પીપરટોળા સિંચાઈ યોજના, ખળખંભાળિયા સિંચાઈ યોજના, ડબાસંગ સિંચાઈ યોજના, રીજપર પાસે આવેલ રૂપાવટી સિંચાઈ યોજના, ચોરબેડી પાસે આવેલ ઢાંઢર સિંચાઈ યોજના, ગોવાણા સિંચાઈ યોજના ઓવરફ્લો થયેલ છે. જેથી લાલપુર તાલુકામાં ૩૬૫.૨૬ ઘનફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ થયેલ છે.

જામજોધપુર તાલુકામાં વેણુ સિંચાઈ યોજના, મુવાલ સિંચાઈ યોજના, ગેબનશાપીર સિંચાઈ યોજના, બામથીયા-૨ સિંચાઈ યોજના, સંગચિરોડા સિંચાઈ યોજના, બામથીયા-૧ સિંચાઈ યોજના ઓવરફલૉ થયેલ છે. જેથી જામજોધપુર તાલુકામાં ૫૯૪.૨ ઘનફૂટ પાણીનો જથ્થો સંગ્રહ થયો છે.

ધ્રોલ તાલુકાના હમાપર સિંચાઈ યોજના, ડાંગરા સિંચાઈ યોજના, ગઢકા સિંચાઈ યોજના ઓવરફ્લો થયેલ છે જેથી ધ્રોલ તાલુકામાં ૩૪૧.૨૨ ઘનફૂટ પાણીનો જથ્થો સંગ્રહ થયો છે.

જામનગર જિલ્લામાં નાની સિંચાઈ યોજનાના કુલ ૨૪ જળાશયોમાંથી ૨૨ જળાશયો ઓવરફ્લો થયા છે. જેથી કુલ ૧૯૮૮.૬૭ ઘનફૂટ પાણીનો જથ્થો સંગ્રહ થયો છે.

બીજી તરફ જિલ્લાનો સવારે છ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધીની જિલ્લાની આ સ્થિતિ રહી છે. જેમાં કાલાવડ 2.5 ઈંચ, જામજોધપુર 5 ઈંચ,લાલપુર 2.5 ઈંચ, ધ્રોલ 0.75 ઈંચ, જોડિયા 0.75 ઈંચ, જામનગર. 0.50 ઈંચ વરસાદ પડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here