અતિવૃષ્ટિ : સેંકડો ફસાયા, રસ્તાઓ તૂટ્યા, ઘરોમાં પાણી, અનેકનું રેસ્ક્યુ

0
689

જામનગર : જામનગર જીલ્લામાં છેલ્લા ચાર દિવસથી મેઘકૃપા વરસી  રહી છે. આજે ચોથા દિવસે મેઘરાજાએ રૌદ્રરૂપ ધારણ કરી લેતા સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. ભારે વરસાદના પગલે ડેમો ઉલકાઈને નીચાણવાળા વિસ્તારોમાં પ્રકોપ લાવ્યા હતા. જીલ્લાભરમાં થયેલ પુર હોનારતમાં અનેક લોકો ફાસાયા હતા. જેમાં એક વ્યક્તિ ગુમ થયો છે જયારે અનેક પશુઓ તણાઈ ગયા છે. જામનગરના અનેક વિસ્તારોમાં પાણી ઘુસી ગયા હતા.

રંગમતી અને રણજીતસાગર ડેમ ઓવર ફલો થઇ જતા જામનગર શહેર પર આફત આવી પડી હતી. આ બંને ડેમના પાણી દરેડ, કાલાવડનાકા બહારના વિસ્તારો, મહાપ્રભુજીની બેઠક, મોહનનગર, ગુલાબનગર, રાજીવનગર, ધુવાવનાકા, નવાગામ ઘેડ, રામેશ્વરનગર, મધુરમ સોસાયટી, કેપી શાહની વાડી, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ફરી વળ્યા હતા અને અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. આ ઉપરાંત લાલપુર રોડ પરના બન્ને તરફના માર્ગ પરના વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા.

જીજામનગર જિલ્લામાં સાંજ સુધીમાં કુલ-૨૧૬ વ્યકિતઓ જુદી જુદી જગ્યાએ ભારે વરસાદના કારણે ફસાયેલા હતા તેઓને સ્થાથનિક બચાવ ટીમ અને એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા રેસ્કયુ કરી સલામત સ્થળે લાવવામાં આવેલ છે. અને કુલ-૧૦૩૮ જેટલા વ્યકિતઓને સ્થળાંતર કરી આશ્રયસ્થાનોમાં લાવવામાં આવેલ છે. જયાં તેમને ભોજન અને પાણીની સુવિધાઓ સ્થાનિક વહિવટીતંત્ર દ્વારા પુરી પાડવામાં આવેલ છે. આ ઓપરેશનમાં કાલાવડના નિકાવા ગામે ૬૫ વ્યક્તિઓને સલામત સ્થળે અને કાલાવડના ૩૦ લોકોને શાળામાં ખસેડાયેલ છે.

જામનગરના ધ્રાગળા ગામે પાંચ લોકો ફસાયેલ હતા તેઓને સ્થાનિક તરવૈયાઓની મદદથી ઉગારી લેવાયા હતા. જયારે વાગડિયા ગામે ૧૧ લોકો પુરમાં ફસાયા હતા તેઓને કાઢી લઇ સલામત સ્થળે ખસેડાયા હતા. જયારે જામનગર નજીક લાલપુર રોડ પર આવેલ પીટીસી કોલેજ પાસેથી ૫૦ વ્યક્તીઓને સલામત સ્થળે ખસેડાયેલ હતું. જયારે જોડીયાના બાદનપર ગામે નવ વ્યક્તિઓને સવારે દસ વાગ્યે એનડીઆરએફની ટીમે ઉગારી લીધી હતી. જોડિયા તાલુકા મથકે ૩૦૫ વ્યક્તિઓને સ્થળાંતર કરી જયારે ૬૦ ફસાયેલ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

ધ્રોલ તાલુકા મથકે ૪૫ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા જયારે તાલુકાના નથુ વડલા ગામે પૂરમાં ફસાયેલ બે વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી સલામત જગ્યાએ ખસેડાયા હતા.ગઈકાલે જામનગર જિલ્લાના જોડીયા ગામે ઉંડ નદીના ડોબર કોઝવે પૂલ પાસેથી તણાઇ ગયેલ બે વ્યકિતઓ પૈકી રજાકભાઇ અકબરભાઇ ચાઇચા રે હડીયાણા, સલામત રીતે પરત ફરેલ છે. જયારે એકતાફભાઇ ઇબ્રાહીમભાઇ રાધા વાઘેર, ઉ., ૩૦, રહે. મોટો વાસ જોડીયા, તા.જોડીયાની શોધખોળ ચાલુ છે.  જે સાંજ સુધી હજુ પતો લાગ્યો નથી. કાલાવડના નાની વાવડી ગામે રામજી પ્રાગળા ઉવ ૪૦ વાળા પોતાની વાડીએથી ઢોરને નીરણ નાખી પરત ગામ તરફ આવતા હાથ ત્યારે ગામ નજીકના પુલ પર પાણીનો પ્રવાહ એકાએક વધી જતા તોએ બાઈક સાથે તણાઈ ગયા હતા અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું.


 આ ઉપરાંત જામનગરના રોજીયા, ચેલા અને નથુ વડલા, જોડીયાના ભાદરા ગામે પણ અડધો ડજન પશુઓ પુર હોનારતમાં તણાઈ ગયા હતા. જયારે પૂરમાં અનેક રસ્તાઓ પણ ધોવાઈ ગયા હતા. જોડિયાથી કચ્છને જોડતા માર્ગ પર પાંચ-પાંચ ફૂટ પાણી પાણી ફરી વળ્યા હતા જેમાં એક ટેન્કર તણાયું  હતું. આ માર્ગ પણ કલાકો સુધી બંધ રહ્યો હતો. આ ઉપરાંત જામનગર જીલ્લાને દ્વારકા જીલ્લાથી જોડતા માર્ગ પર બેડ નદીમાં સસોઈ ડેમના પાણી વછુટતા નદી બે કાઠે થઇ હતી. જેને લઈને દ્વારકા તરફથી આવતો નીચાણ વાળો માર્ગ બંધ થઇ ગયો હતો. જે કલાકો સુધી ટ્રાફિક જામ બાદ પૂર્વવત થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here