મંગળવાર: અનરાધાર અતિવૃષ્ટિમાં ફેરવાઈ, સવાર આઠ વાગ્યા સુધીની અપડેટ્સ

0
540

જામનગર : જામગરમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ  મુકામ કર્યો છે આજે સતત ચોથા દિવસે પણ અવિરત મુકામ જાળવી રાખ્યો છે. છેલ્લા ચોવીસ  કલાકમાં અનરાધાર કૃપા વરસાવી છે બીજી તરફ રોગચાળો પણ વિક્રામ  બન્યો છે. ગઈ કાલે કોરોના વધુ ત્રણ દર્દીઓને ભરખી ગયો છે…આવો એક નજર કરીએ સમાચારો પર

જામનગર જીલ્લાના ઊંડ બે ડેમના દરવાજા ખોલી દેવાતા જોડિયા તાલુકા મથક, બાદનપર, કુનંડ, જામસર સહિતના ગામડાઓ બેટમાં ફેરવાયા, કચ્છનો ધોરીમાર્ગ ધોવાયો, આઠ વાગ્યે બે કિમી સુધી વાહનોનો  લાઈનો લાગી, જામનગરમાં રંગમતી નદીના છોડાયેલ પાણી નવાગામ ઘેડ, રામેશ્વરનગર, મોહનનગરમાં ઘુસી ગયા, ઘરોમાં પણ પાણી ઘુસ્યા

જામનગર જીલ્લામાં આઠ વાગ્યા સુધીમાં ભારે વરસાદ પડી ગયો છે છેલ્લા ચોવીસ કલાકમાં જીલ્લામાં એક જ દિવસમાં 16 ઇંચ વરસાદ પડયો, જામનગર-ધ્રોલમાં 8-8 ઇંચ વરસાદ, જોડીઆમાં પણ 8 ઇંચ વરસાદ ખાબકયો, લાલપુરમાં પણ 7 ઇંચ વરસાદ પડતાં પાણી-પાણી થઇ ગયા છે.

જામનગર જીલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી ગયો છે. આજે સવારના છ વાગ્યાના આકડાની વાત કરીએ તો ટકાવારી ની દ્રષ્ટીએ તાલુકાઓમાં ૫૦ ટકાથી  ૧૨૦ ટકા વરસાદ નોંધાયો છે જેમાં કાલાવડમાં સૌથી વધુ ૧૨૦ ટકા વરસાદ,  ધ્રોલમાં ૮૦ ટકા, જામનગરમાં ૪૯ ટકા, જામજોધપુરમાં ૭૧ ટકા, લાલપુરમાં ૭૩ ટકા, જોડીયામાં ૫૧ ટકા વરસાદ નોંધાયો છે.

જીલ્લાના મોટાભાગના ડેમ છલકાઈ ગયા છે જેમાં રણજીત સાગર, સસોઈ અને ઊંડ એક ડેમ જે જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે તેનો પણ સમાવેશ થાય છે. મેઘરાજાની કૃપાથી વર્ષભરની પીવાના પાણીની સમસ્યા હલ થઇ ગઈ છે.

બીજી તરફ કોરોનાની બીમારીએ આફત ઉભી કરી છે. ગઈ કાલે એક જ દિવસમાં ત્રણ દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે અને વધુ સાત દર્દીઓનો વધારો થયો છે.

જોડિયા તાલુકાના જામસર ગામે સ્વામીનારાયણ મંદિરમાં દાનપેટીમાંથી રોકડ અને ભગવાનને ચડાવેલ ચાંદીના છતર સહિતના દોઢ લાખના મુદ્દામાલનો ચોરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here