ટ્રેપ: વધુ એક તલાટી અને વચેટીયો લાંચ લેતા પકડાયા, સરકારી કામ માટે માંગ્યા એક લાખ !!

0
1461

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા મથકે કસબા ગામના તલાટી અને એક વચેટીયાને અમદાવાદ ગ્રામ્ય એસીબીની ટીમે રૂપિયા 20 હજારની લાંચ લેતા પકડી પાડ્યા છે. જમીન હિસ્સેદારીમાંથી નામ કમી કરાવવા માટે એક લાખની લાંચ માંગ્યા બાદ 20 હજાર રૂપિયા નક્કી થયા હોવાની વિગતો સામે આવી છે.

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા મથકે કસબા ગામમાં રહતા ફરિયાદી પાસેથી ફરીયાદીના કાકાની જમીનમાં હિસ્સેદાર “અપરણીત અને નિ:સંતાન “ મરણ ગયેલ હોઇ , તેઓનું નામ કમી કરવા માટે તેમનું પેઢીનામું બનાવવાની પ્રક્રિયા કરી હતી. પરંતુ આ કામ કરી આપવા માટે તલાટી મંત્રી ગીરીરાજસિંહ ભાવુભા વાધેલા , કસબા તલાટી , ઘોળકા , વર્ગ-૩ વાળાએ એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ પ્રક્રિયા અને લાંચ માટે પાર્થ અંબાલાલ પટેલ , ઓપરેટર ( કરાર આઘારીત) નામના વચેટિયાએ ભૂમિકા ભજવી હતી. જેમાં રકઝકના અંતે રૂ. ૨૦,૦૦૦ આપવાનું નક્કી થયુ હતું. પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય, અમદાવાદ ગ્રામ્ય એસીબી નો સંપર્ક કર્યો હતો. જેને લઈને એસીબીએ આજે છટકું ગોઠવ્યું હતું. જેમાં તલાટી અને વચેટિયાએ પંચની હાજરીમાં, ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, ફરિયાદીને તલાટીએ લાંચની રકમ તેઓનાં ઓપરેટરને આપી દેવા કહેતા ફરીયાદીએ ઓપરેટરને રૂપિયા ૨૦,૦૦૦ આપયા હતા. લાંચ લાઇ લેતા જ એસીબીની ટિમેં બંને આરોપીને લાંચમાં લીધેલ નાણાં સાથે પકડી પાડયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here