પરંપરા : દરબાર સહિતના યુવાનોને જામનગરના રાજવીએ ટકોર કરી કહ્યું કે…

0
1745

રાજાશાહી વખતે મુસ્લિમ સિપાહીઓ સાફો અને હિન્દૂ લડવૈયાઓ પાઘડી પહેરી પરંપરા નિભાવતા હતા એમ હાલારના રાજવી પરિવારના શત્રુશેલ્યજીએ એક જાહેર યાદીમાં જણાવ્યું છે.યાદીમાં જણાવ્યા મુજબ જે તે સમયે જૂનાગઢ, માણાવદર અને માંગરોળના સિપાહીઓ સાફો બાંધતા અન્ય રજવાડાના સિપાહીઓ પાઘડી બાંધતા હતા. ત્યારે આપણાં યુવાનો, ખાસ કરીને દરબાર યુવાનો ક્યારે જાગશે ? આપણા વડાપ્રધાનના દાખલાને માન તો આપો, એવી લાગણી રાજવીએ કરી છે.


દેશના વડાપ્રધાને હાલારી પાઘડી પહેરી પરંપરાને નિભાવી પાઘડીની ગરીમાંને જાળવી છે. ત્યારે યુવાનો જૂની પરંપરામાં પરત ફરે એવી લાગણી રાજવી શત્રુશેલ્યજીએ વ્યક્ત કરી ટકોર કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here