ભાણવડ : બે મહિલા સહીત પાંચ શખ્સોએ બાલમંદિરની જગ્યા પચાવી, લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ કાર્યવાહી

0
579

જામનગર : જામનગર જીલ્લામાં ગત સપ્તાહે નોંધાયેલ લેંગ ગ્રેબિંગ એક્ટ હેઠળની ફરિયાદ બાદ દેવભૂમિ દ્વારકામાં પ્રથમ ફરિયાદ થવા પામી છે. જેમાં વારીયા ટ્રસ્ટની માલિકીની જમીન પચાવી પાડવા સબંધે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. બે મહિલાઓ ઉપરાંત ભાટિયા અને અમદાવાદના સખ્સ સહીતનાઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકા મથકે આવેલ વારીયા બાલમદિર વાળી જગ્યા આશાદીપ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી આરતીબેન દીપકભાઈ પંડિત અને કૃપાબેન રસિકલાલ ઠાકરએ સહયોગ હેતુ પુરતી કરાર આધારિત સૈક્ષ્નીક હેતુસર કરારના આધારે રાખી હતી. જેમાં આ બંને ટ્રસ્ટીઓએ શરતનો ભંગ કરી ગેરકાયદેસરની પ્રવૃતિઓ કરી તા. ૩૧/૫/૨૦૨૦ના રોજ કરાર પૂરો થઇ જવા છતાં મિલકત ખાલી કરી ન હતી. આ ઉપરાંત જમીન પચાવી પાડવા માટે બંને મહિલા ટ્રસ્ટીઓએ ખંભાલીયાના મોવાણ ગામના સાજણ ગઢવી અને કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામના રામભાઈ ગઢવી તથા અને અમદાવાદના નીલેશભાઈ સહિતના સાથે મળી ધાક ટ્રસ્ટીઓને ધાકધમકીઓ આપી, રૂપિયા ૧૬ લાખ ઉપરાંતની રકમનો વેરો અને ભાડું ન ભરી, અલગ અલગ સમયે ફોન કરી ગર્ભિત ધમકીઓ આપી, છેતરપીંડી આચરી જમીન ખાલી કરી ન હતી. જેને લઈને વકીલ બલદેવભાઈ વારોતરિયાએ આ પન્હેય સામે લેન્ડ ગ્રેબિંગ એકટ અને કાવતરું તેમજ છેતરપીંડી સબબ ફરિયાદ નોંધાવી છે જેને લઈને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here