તાકાત : આજે જામનગર એરપોર્ટ પર ઉતરશે દેશની શાન સમા ત્રણ રાફેલ

0
886

જામનગર : ફ્રાંસ સાથે ભારતે કરેલ રાફેલ ડીલને લઈને પ્રથમ પાંચ ફાઈટર જેટની ડીલેવરી મળી ગયા બાદ વધુ ત્રણ રાફેલની ડીલેવરી થવા જઈ રહી છે. આજે ફ્રાંસથી રવાના થયેલ ત્રણ રાફેલ દુનિયાના ૧૪ દેશની સરહદના સીમાડાને ભેદી જામનગરના એરપોર્ટ પર લેન્ડ કરશે. અહી બે-ત્રણ કલાકના વિરામ બાદ આ ત્રણેય રાફેલ અંબાલા રવાના કરવામાં આવશે એમ એક મીડિયા અહેવાલ ટાંકવામાં આવ્યું છે.

દેશના સરક્ષણ વિભાગમાં રાફેલનો સમાવેશ થયા બાદ સુરક્ષા વ્યવસ્થા વધુ  મજબુત બની છે. ફ્રાંસ સાથે ૩૬ રાફેલ ફાઈટર જેટની ડીલ થયા બાદ પાંચ ફાઈટર બે માસ પૂર્વે જ ભારતને સોપી દેવામાં આવ્યા છે. આ ડીલેવરી ત્યારે આપવામાં આવી જયારે પાડોશી દેશ ચીન સાથે સરહદ પર વધુ તનાવ ઉભો થયો હતો.દેશની સુરક્ષા વ્યવસ્થામાં રાફેલ ઉમેરાઈ જતા જ દેશની ડીફેન્સ પાવર અનેક ગણો વધ્યો છે. ત્યારે બાકી રહેલ અન્ય રાફેલની તબ્બ્ક્કા વાર ડીલેવરી પણ ફ્રાંસ દ્વારા નક્કી કરી દેવામાં આવી છે. પાંચ જેટના આગમન બાદ આજે વધુ ત્રણ રફેલનો ભારતમાં પ્રવેશ થશે. ફ્રાંસથી રવાના થઇ ગયેલ ત્રણ જેટ સાથે હવામાં જ ઇંધણ ભરી શકે તેવું જેટ પણ સાથે રાખવામાં આવ્યું છે. આ ત્રણ જેટ આજે અન્ય દેશોના સીમાડાઓ ભેદીને સીધા જ જામનગર એરપોર્ટ પર ઉતરશે એમ અમર ઉજાલા મીડિયા હાઉસના એક રીપોર્ટમાં જણાવાયું  છે. જો કે સ્થાનીક ડીફેન્સ વિભાગ દ્વારા રાફેલના આગમનને લઈને કોઈ સતાવાર વિગતો જાહેર નથી કરી પરંતુ અમર ઉજાલાના અહેવાલ મુજબ આજે જામનગર આવનાર ત્રણ રાફેલ બે કલાકના વિરામ બાદ શીધા જ હરિયાણાના અંબાલા તરફ લઇ જવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here