બાબુ : વર્ગ ત્રણના કર્મચારી પાસે રિસોર્ટ સહીત સાડા ત્રણસો ગણી મિલકત, આ વિભાગના કર્મચારી

0
1012

જામનગર અપડેટ્સ : આણંદ ખાતે જમીન વિકાસ નિગમ લીમીટેડ વિભાગમાં વર્ગ ત્રણમાં ફિલ્ડ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારી સામે થયેલ એસીબીમાં અરજીના અનુસંધાને કરવામાં આવેલ તપાસમાં આ બાબુ પાસેથી સાડા ત્રણસો ગણી આવક સામે આવી છે. આ કર્મચારી પાસેથી સતાવાર અને જંગમ મિલકત સહીત રૂપિયા ૧૦.૨૬ કરોડની મિલકત મળી આવી છે એમાં એક વૈભવી રિસોર્ટનો પણ સમાવેશ થાય છે.

આણંદના જમીન વિકાસ નિગમ લીમીટેડ વિભાગમાં ફરજ બજાવતા ધીરુભાઈ બબાભાઈ શર્મા નામના કર્મચારી સામે આવકથી વધુ મિલકત અંગેની એસીબીમાં અરજી થઇ હતી જેના અનુસંધાને આણંદ એસીબીએ તપાસ કરી હતી. જેમાં દસ્તાવેજી પુરાવાઓ, કર્મચારી તથા તેના પરિવારજનોની સ્થાવર અને જંગમ મિલકત સબંધિત દસ્તાવેજ એકત્ર કરવામાં આવ્યા હતા. જેમાં આ કર્મચારીની કુલ આવક રૂપિયા ૨,૨૬,૯૦, ૯૭૯ની આવક સામે રૂપિયા ૧૦,૩૧,૪૪,૮૭૧ ખર્ચ કે રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું.  જે ૩૫૪.૫૫ ટકા આવક વધુ દર્શાવે છે.  આ  મિલકતમાં જલેશ્વર નામના રિસોર્ટનો સમાવેશ થાય છે. જેની આકારણી સરકારી ભાવે કરવામાં આવી છે જો કે વર્તમાન માર્કેટ સાથે ભાવ નક્કી થાય તો આ કર્મચારીની આવકમાં અનેક ગણો ઉમેરો થઈ શકે. એસીબીએ આ બાબુની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here