જામનગર : હુમલામાં ઘવાયેલા યુવાનનું મોત, હત્યાની કલમનો ઉમેરો, આ કારણે કરાયો’તો હુમલો

0
833

જામનગર અપડેટ્સ : જામનગરમાં વીસ દિવસ પૂર્વે કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠક પાસે મેરિયા કોલોનીમાં હુમલામાં ઘવાયેલ એક યુવાનનું લાંબી સારવાર બાદ મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે. પૈસાની ઉઘરાણી બાબતે થયેલ બોલાચાલી બાદ ત્રણ આરોપીઓએ યુવાન પર છરી વડે હુમલો કરી ઘાતક ઇકો પહોચાડયા બાદ ઘાયલને અમદાવાદ ખસેડાયો હતો જ્યાં ગઈ કાલે તેનું મૃત્યુ નીપજયું હતું. પોલીસે અગાઉ એક આરોપીની ધરપકડ કરી છે જયારે અન્ય બે આરોપીઓ હજુ ફરાર છે.

જામનગરમાં કાલાવડ નાકા બહાર ગત તા.૧૩/૧૦ના રોજ મહાપ્રભુજીની બેઠક પાસે મેરિયા કોલોની વિસ્તારમાં રહેતા વિજય જેઠાલાલ કટેશિયા ઉવ ૨૭ નામના યુવાન પર આ જ વિસ્તારમાં રહેતા અશોક મોચી, મહમદ ઉર્ફે ટકો સહિત ત્રણ સખ્સોએ છરી વડે હુમલો કરી ઈજા પહોચાડી હતી. જેને જેને લઈને યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે યુવાનને અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. પૈસાની લેતીદેતી બાબતે યુવાન પર ત્રણેય  સખ્સોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું. જે તે સમયે સીટી એ ડીવીજન પોલીસે આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૨૩,૩૨૪ મુજબ ગુનો નોંધ્યા બાદ યુવાનને અમદાવાદ ખસેડવામાં આવતા તેની આઈપીસી કલમ ૩૨૬નો ઉમેરો કરવામાં આવ્યો હતો. જયારે ગઈ કાલે અમદાવાદમાં સારવાર લઇ રહેલ યુવાનનું મૃત્યુ નીપજતા આ બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે વધુ એક વખત  કલમનો  ઉમેરો કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જો કે હજુ બે આરોપીઓ ફરાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here