જામનગર : મેડીકલ ઓફિસરે પોતાની જ પત્નીને અકસ્માતમાં પતાવી દેવાની આપી ધમકી

0
765

જામનગર અપડેટ્સ : જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતી અને વકીલાતનો અભ્યાસ કરતી એક યુવતીને તેના પતિને અકસ્માત કરી પતાવી દેવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. ખેડા જીલ્લામાં સરકારી મેડીકલ ઓફિસર તરીકે નોકરી કરતા પતિ સામે યુવતીએ કરેલ એક વર્ષ પૂર્વે કોર્ટ કેસ કરતા ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલ ગેલેકસી પાર્કમાં રહેતી અને વકીલાતનો અભ્યાસ કરતી અના શેખ નામની યુવતીએ મેડીકલ ઓફિસર રહેલા તેના પતી મયુદીન અબ્દુલરસિક શેખ સામે સીટી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં એક વર્ષ પૂર્વે તેના ખેડા જીલ્લામાં ટીંબા ગામે આવેલ સીએચસી સેન્ટરમાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા તેના પતિ સામે કોર્ટમાં કેસ દાખલ કરી હતી. એક વર્ષ પૂર્વે તેણીના પિતાના ઘરે આવીને આરોપી મેડીકલ ઓફિસર પતિએ પિતા-પુત્રી સાથે વાણીવિલાસ કરી, અનાબેનને અકસ્માતમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here