સનસની: પતિના મૃત્યુ થયું, યુવતીએ દિયરવટુ વાળ્યું, પણ દિયરે યુવતીને..

0
1233

ધ્રોલ તાલુકા મથકે પતીએ જ પત્નીની નિર્મમ હત્યા નીપજાવી બાથરૂમ નજીકના સેફટી ટેંકમાં મૃતદેહ નાખી ઉપર પથ્થર અને માટી વાળી દઈ પુરાવાઓનો નાશ કર્યો હોવાની વિગતો સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. મૃતક મહિલાનો પતિ મૃત્યુ પામતા મૃતકે આરોપી સાથે દિયરવટુ વાળ્યું હતું. ત્યારબાદ દિયરમાંથી પતી બનેલ આરોપીએ પત્નીના ચારીત્ય પર શંકાઓ કરી અત્યાચાર ગુજાર્યો હતો અને અંતે પતાવી દીધા હોવાની વિગતો સામે આવી છે.

જામનગર જીલ્લામાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. જેની વિગત મુજબ, રાજકોટમાં કાલાવડ રોડ પર મોટા મૌવા ગામે રહેતી જશુબેન મકવાણા નામની વૃદ્ધ મહિલાએ પોતાના સબંધીઓ સાથે ધ્રોલ પોલીસ આવી પોતાની ૨૭ વર્ષીય પુત્રી સોનલ બે-ત્રણ દિવસથી ગુમ હોવાનું કહ્યું હતું અને પતી તથા વેવાણ ગોળ ગોળ જવાબ આપતા હોવાની વાત કરી હતી. જેના આધારે પોલીસે સરોજની ગુમ નોંધ નોંધી તેણીના પતિ મનસુખનું નિવેદન નોંધ્યું હતું. જેમાં પોલીસને શંકા જતા તેની ઉલટ તપાસ કરી હતી. જેમાં સનસનીખેજ વિગતો જાહેર થઇ હતી.

જશુબેનની દીકરી સોનલે ધ્રોલમાં રહેતા જગદીશ ખામ્ભુ નામના સખ્સ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને ધ્રોલ ખાતે સસરામાં રહેતી હતી. બંનેના ઘરે બાળકી નયનાનો જન્મ થયો હતો. સુખીથી ચાલતા સંસારમાં સોનલ પર કાળ ત્યારે ત્રાટક્યો જયારે તેણીના પતિનું અવસાન થયું. ચાર વર્ષ પૂર્વે જગદીશભાઈનું અવસાન થતા તેણીના પરિવારજનોએ સમજાવી તેના જ દિયર માંસુખ સાથે દિયરવટુ વાળી દઈ નવા સંસારની શરૂઆત કરાવી હતી. આ બંનેએ સંસાર શરુ કર્યા બાદ પુત્રી નિશા ઉવ ૨ વાળીનો પણ પરિવારમાં ઉમેરો થયો હતો. જો કે મનસુખ શંકાશીલ અને દારુ પીવાની ટેવ વાળો હોવાથી તેણીની પર દુખ ત્રાસ ગુજારી માર મારી, ચરીત્ય બાબતે શંકા કુશંકા કરતો હતો. જેને લઈને સરોજ બેન રાજકોટ રહેતા પોતાના માતા પાસે ચાલી ગઈ હતી. બે ત્રણ મહિનાઓ ત્યાં રહ્યા બાદ બંને પક્ષે સમજાવત થઇ જતા પુત્રી નયના સાતે સરોજબેન પરત ધ્રોલ આવી ગયા હતા. જો કે પતીએ જે વર્તન અગાઉ કરતો હતો તે જ વર્તન ચાલુ રાખ્યું  હતું. આ વખતે કાળ સવાર થઇ જતા તા.૨જીની રાત્રીએ સખ્ત બોલાચાલી કરી મનસુખે તેણીને બારનાલા વિસ્તારમાં હસુભાઈ ભઠ્ઠાવાળાની ઓરડીમાં ગળે ટુપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ તેણીના મૃતદેહને રેકડીમાં નાખીને ઘરે લઇ આવ્યો હતો અને ઘરના બાથરૂમ પાસેના સેફટી ટેંકમાં લાસને ફેકી, ઉપર પથ્થર અને માળી વાળી દીધી હતી. સરોજની માતાએ પોલીસમાં કરેલ ગુમ અરજી બાદ પોલીસ પુછપરછમાં આ વિગતો સામે આવી છે.

દરમિયાન પોલીસે વહીવટી તંત્રની ટીમને સાથે રાખી આરોપીના ઘરે પહોચી, સેફટી ટેંકમાંથી કોહવાઈ ગયેલ તેણીના દેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ મોકલ્યો હતો. પોલીસે આરોપી સામે પત્નીની હત્યા કરવા સબબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here