ભાજપના હોદ્દેદારનું દિલ ઉભરાયું બે સંતાનની માતા પર, એક દિવસ થયું એવું કે….

0
506

જામનગર : સોશ્યલ મીડિયામાં અભદ્રતા, પાર્ટીમાં કાર્યરત બે વિજાતીય વ્યક્તિઓ વચ્ચે અનૈતિક સબંધ બાબતે ભાજપા ઘણી વખત પ્રસાર પ્રસાર માધ્યમોમાં ચમકતો રહ્યો છે. ત્યારે ભરૂચ ભાજપ સંગઠનના હોદ્દેદારે વધુ એક વખત આ જ બાબતને લઈને ભાજપાને હાઈટ આપી છે. શહેરના એક સમાજ અગ્રણીની પત્ની સાથે આ હોદ્દેદારનું દિલ મળી ગયુ અને બંને એકાકાર થઇ થઇ ગયા, એક દિવસ બંનેએ એવું પગલું ભરતા આ સમગ્ર મામલો પોલીસ દફતર સુધી પહોચ્યો હતો. જેને લઈને પક્ષની આબરૂની નીલામી રોકવા શહેર પ્રમુખે જે તે હોદ્દેદારને સસ્પેન્ડ પણ કરી દીધા છે. જો કે ભીસ વધી જતા બંને પરત આવી ગયા છે.

ઘટના છે ગુજરાતના જ ભરુચ શહેરની, ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનના હોદ્દેદારની ભુમિકા ભજવાતા ભજવાતા એક હોદ્દેદારનું દિલ મળી ગયું એક બે સંતાનની માતા સાથે, બંને વચ્ચે થોડો સમય પ્રણયફાગ ખેલાયો જે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પરંતુ આથી પણ આગળ વધી હોદ્દેદાર અને બે સંતાનની માતા એવી તેની માશૂકાએ એક દિવસ સાથે રહેવા અને જીવી લેવાના સપના સાથે શહેર છોડી ચાલ્યા ગયા. બે-ત્રણ દિવસ બાદ આ મામલો પોલીસ દફતરે પહોચ્યો હતો. સમાજમાં પ્રતિષ્ઠા ધરાવતા જે તે યુવતીના પતીએ પોલીસ દફતરમાં જાણવાજોગ દાખલ કરાવતા ઘટના જાહેર થઇ, ટોક ઓફ ધ ટાઉન બની ગયેલ કિસ્સાને લઈને સંગઠન સક્રિય થયું અને તાત્કાલિક અસરથી જે તે હોદ્દેદારને પક્ષમાંથી બહારનો રસ્તો બતાવી સસ્પેન્ડ પણ કરી દીધા, જો કે યુવા હોદ્દેદારના આ પગલાને લઈને પક્ષની ઈમેજને પણ ધક્કો લાગ્યો છે. સાથે સાથે ભાજપ પક્ષમાં સમયાંતરે સામે આવતી રહેતી આવી અનૈતિક સબંધની કહાનીના સાક્ષી બની ગયા છે. જો કે પોલીસ દફતરે આ પ્રકરણ પહોચતા અને ભીસ વધતા ભાગી ગયેલ બંને પ્રેમી હૈયાઓ પરત આવી ગયા હતા. પોલીસે બંનેના નિવેદન નોંધી , મહિલાનો કબજો તેના પતિને સોંપ્યો હતો.  જયારે હોદ્દા પરથી દુર કરવામાં આવેલ મહાશય હાલ સાવ નવરા થઇ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here