થપ્પડ કી ગુંજ : શિક્ષણ સમિતિના ચેરમેને સરપંચ પતીને લપકાવી ? શું કહે છે બંને ?

0
1291

જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લા પંચાયતમાં ભાજપની સતા આવી છે ત્યારથી કોઈને કોઈ સદસ્ય અવારનવાર વિવાદમાં રહ્યા છે. ક્યારેક મીડિયા સાથેના વર્તન તો ક્યારેક દબંગાઈને લઈને કોઈને કોઈ સદસ્ય ચર્ચાનું કેન્દ્ર બનતા આવ્યા છે. આવા જ એક બાહુબલી ગણાતા સદસ્ય અને શિક્ષણ સમિતિના ચેરમેન લગધીરસિંહ પોતાની દબંગાઈને લઈને વિવાદમાં આવ્યા છે. ભાજપના આ બાહુબલી નેતાએ રજૂઆત કરવા આવેલ પોતાના મત વિસ્તારના એક ગામના સરપંચ પતી સામે વાણી વિલાસ આચરી ફડાકાવાળી કરતા જીલ્લા પંચાયત પરિસરમાં સનસનાટી મચી ગઈ હતી. બીજી તરફ લગધીરસિંહે આક્ષેપ નકારી કાઢ્યા હતા.  

જ્યારથી જામનગર જીલ્લા પંચાયતમાં નવી બોડી આવી છે ત્યારથી જીલ્લા પંચાયત વિવાદનું ઘર બની છે. ભાજપ-કોંગ્રેસની રાજનીતિ હોય કે ભાજપના પોતાના જ સદસ્યો દ્વારા સતાધીશો સામે કરવામાં આવેલ ગંભીર આક્ષેપ હોય , ભાજપના નેતાઓ સતત સુરખીઓ બન્યા છે. આજે વધુ એક બાહુબલી નેતા એવા સદસ્ય અને શિક્ષણ સમિતિના ચેરમેન લગધીરસિંહ દ્વારા એક અરજદારને લગાવેલ ફડાકાની ગુંજ જીલ્લા પંચાયત પરિસરમાં ગુંજી ઉઠી હતી. વાત જાણે એમ છે કે જોડિયા તાલુકાના એક ગામના સરપંચપતી વિપુલભાઈ પટેલ ગ્રામ વિકાસના કામને લઈને આજે જામનગર જીલ્લા પંચાયત આવી પ્રમુખ ચનીયારાની ચેમ્બરમાં રજૂઆત કરી હતી. આ સમયે જ સદસ્ય લગધીરસિંહ આવી જાય છે. પોતાના જ મત વિસ્તારના અરજદારની રજૂઆત કોઠે નહી પડતા જાડેજાએ પીતો ગુમાવ્યો હતો. શિક્ષણ સમિતિના ચેરમેનએ પ્રથમ અરજદાર સાથે જીભાજોડી કર્યા બાદ ફડાકા વાળી કરી વાણી વિલાસ આચર્યો હતો. આટલું ઓછું હોય તેમ અપમાનિત કરી ચેમ્બર છોડી ચાલ્યા જવાનું કહ્યું હતું. આ બાબતે સરપંચનો સંપર્ક કરવામાં આવતા તેઓએ આ બાબત હકીકત હોવાનું જણાવ્યું હતું. પોતે કોંગ્રેસ સાથે જોડાયેલ હોવાથી રજૂઆત પસંદ નહી પડતા લગધીરસિહે આમ કર્હ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.


શું કહે છે શિક્ષણ સમિતિના ચેરમેન લગધીરસિંહ ?

આ આબ્તે જીલ્લા પંચાયતના સદસ્ય લગધીરસિંહના જણાવ્યા મુજબ, પોતાના વિસ્તારના આકાર પામતા નવા કામ અંગે અરજદાર વિપુલભાઈએ અગાઉ રજૂઆત કરી હતી. જેને લઈને મેં અંગત રસ લઇ કામનું રોજકામ કરાવ્યું હતું. જેમાં નબળું કામ થતું હોવાનો રીપોર્ટ આવતા કામ રોકાવી દેવામાં આવ્યું છે. આ બાબતને લઈને વિપુલભાઈ ફરી આજે જીલ્લા પંચાયત આવ્યા હતા અને ફરી કામ બાબતે એ જ રજૂઆત કરી બીભત્સ વાણી વિલાસ આચર્યો હતો જેને લઈને મેં તેઓને ચેમ્બર બહાર નીકળી જવા કહ્યું હતું. રહી વાત ફડાકાની તો એવું કાઈ જ થયું નથી. આ ઘટના સમયે અન્ય સદસ્યો પણ હાજર હતા એમ પણ તેઓએ ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here