ધ્રોલ : ઢોર માર મારી યુવાનને ગંભીર ઇજા પહોંચાડનાર બંને પોલીસકર્મીઓના થયા આવા હાલ..જાણો, શુ થયું ?

0
883

જામનગર : બે દિવસ પૂર્વે ધ્રોલમાં એક યુવાનને કાયદાના દાયરાનું નામ આપી બે પોલીસ કર્મીઓએ ઢોર માર મારતા સામાજિક વાતાવરણ ડહોળાયું હતું. લોકોનો રોષ શાંત કરવા પોલીસે બંને પોલીસ કર્મીઓ સામે ફોજદારી નોંધી હતી. પરંતુ એ કાર્યવાહીમાં પણ જમીન આસમાનનું અંતર જોવા મળ્યું હતું. પોલીસે પોતાના કર્મચારીઓ સામે તો ફરિયાદ નોંધી પણ સામાં પક્ષે જે સખત બળ પ્રયોગનો ભોગ બન્યા તેની સામે તોતિંગ કલમો મુજબ ફરિયાદ નોંધી જાણે બદલો વાળી લીધો હતો. આ બનાવ હજુ ચર્ચામાં છે ત્યાં હજુ ભભૂકી રહેલો લોકરોષ શાંત પાડવા પોલીસે બંને પોલીસ કર્મીઓની બદલી કરી નાખી છે. જેમાં પોલીસકર્મી મહિપત સોલંકીની જામજોધપુર અને નિલેશ ભીમાણીની કાલાવડ ખાતે બદલી કરી દેવામાં આવી છે.

આવી છે ઘટના …

શનિવારના રોજ ધ્રોલના ગાંધી ચોકમાં આંગડિયાની પેઢી ધરાવતા દિગ્વિજયસિંહ દિલાવરસિંહ ઝાલા (ઉ.વ.48) નામના વેપારી બીજા માળે ઓફિસે બેઠા હતા, બે જમાદાર મહિપત સોલંકી અને નિલેશ ભીમાણી આવ્યા અને માસ્ક બાબતે માથાકૂટ કરતા વેપારીએ દંડ ભરવાનું કહેવા છતાં તેને જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જઈ ઢોર માર માર્યો હતો, જેનાથી વેપારીની આંખ માંડ બચી છે. જે પોલીસ સામે માર મારવાના આક્ષેપ થઈ રહ્યા છે તે પોલીસ અઠવાડિયા પહેલા ધ્રોલ શહેરમાં ચેકીંગમાં હતી ત્યારે એક દંપતિ મોટરસાયકલ પર જતું હતું જેમાં પુરૂષનો માસ્ક મોઢેથી નીચું હતું જેને જોઈ જતાં પોલીસે દોટ લગાવી તેની ગાડીનું હેન્ડલ પકડી લીધુ હતું જેના કારણે ગાડી નીચે પડી ગઈ હતી અને પાછળ બેસેલી મહિલાનું માથું ફાટી ગયું હતું. આ બાબતે ભારે બબાલ થઈ હતી. આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. દિગ્વીજયસિંહે બન્ને પોલીસકર્મીઓ સામે આઇપીસી કલમ 323, 504, 506(2) મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી મહિપતસિંહે માસ્ક કેમ પહેરેલ નથી તેમ કહિ ગેરવર્તન કરી ઢીકાપાટુનો માર મારી પગ તથા વાસાના ભાગે તથા માથાના ભાગે મારમારી, પોલીસ દફતર લઇ જઇ સખત માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો છે તો સામે પક્ષે મહિપતસિંહે દિગ્વીજયસિંહ તથા એક અજાણ્યા શખ્સ સામે આઇપીસી કલમ 332, 323, 186, 504, 506(2) તથા જાહેરનામા સંબંધીત ફરિયાદ નોંધાવી હતી. જેમાં બન્ને શખ્સોએ ફરજમાં રૂકાવટ કરી બળ વાપરી શરીરે મુંઢ માર માર્યો હોવાનો ફરિયાદમાં આરોપ લગાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here