આમ હોય !! તંત્રએ ફટકાર્યો દંડ તો ભિખારીએ ભીખ માંગી દંડ ભર્યો

0
571

જામનગર : સરકાર, વહીવટી તંત્ર અને સમાજસેવા કરતી સંસ્થાઓ દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે ભગીરથ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. છતાં પણ જામનગર સહિતના નાગરિકોમાં કોઈ જાગૃતિ જ ન આવી હોય તેમ મોટાભાગના નાગરિકો માસ્ક વગર જ બહાર નીકળતા જોવા મળી રહ્યા છે ત્યારે રાજકોટમાં એક ભિક્ષુકે જાગૃતિ દર્શાવી મહત્વનો સંદેશ આપ્યો છે.

રાજ્યભરમાં વધતા જતા લોકલ સંક્રમણને રોકવા માટે તંત્ર મહેનત કરી રહ્યું છે. રૂપિયા ૨૦૦ની જગ્યાએ રૂપિયા ૫૦૦ સુધીનો દંડ કરી નાખવા છતાં પણ નાગરિકોમાં સમજ આવતી જ નથી. જામનગરમાં ગઈ કાલે ૭૩ બેદરકાર નાગરિકો પાસેથી રૂપિયા ૫૦૦નો દંડ વસુલવામાં આવ્યો છે છતાં આજે પણ અનેક નાગરિકો માસ્ક વિહોણા તંત્રની નજરે પડી ગયા હતા. માસ્ક પ્રત્યેની જાગૃતિ જરૂરી છે ત્યારે રાજકોટથી એક મહત્વનો કિસ્સો સામે આવ્યો છે.

તાજેતરમાં આરએમસી દ્વારા યાગ્નિક માર્ગ માસ્ક વિહોણો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એક ભિક્ષુક માસ્ક વગર નીકળતા તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ભિક્ષુક પાસે પૈસા ન હોવાથી તેને ભિક્ષા માંગી ચૂકવી દેવાની વાત કરી હતી. જો કે એક તબ્બકે તંત્ર આ ભિક્ષુકને માસ્ક આપી રવાના કરતા હતા. પરંતુ ભિક્ષુકે તુરંત જ ત્યાંથી ચાલતી પકડી થોડી વારમાં પરત આવી. ભિક્ષા માંગીને રૂપિયા બસોનો દંડ ભરપાઈ કર્યો હતો. સાથે સાથે પોતાના જ પૈસે માસ્ક પણ ખરીદ્યું હતું. એક ભિક્ષુકની જો આટલી તકેદારી હોય તો આમ નાગરિકોએ પોતાની ફરજ સમજી તંત્રને સહકાર આપ્યો જોઈએ સાથે સાથે પોતાના અને પરિવારના સ્વાસ્થ્યનો પણ ખ્યાલ રાખવો જોઈએ તો જ કોરોના સામેનો જંગ જીતી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here