જામનગર: એવું નથી રાજકીય નેતાઓ પણ સુરક્ષિત છે, પૂર્વ મંત્રીના પુત્રના ઘરમાં ચોરી

0
699

જામનગર: રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય એવા ચીમનભાઈ સાપરિયાના રાજકોટ રહેતા પુત્રના બન્ધ ફ્લેટને નિશાન બનાવી કોઈ તસ્કરો મામુલી મતાની ચોરી કરી ગયા છે. પૂર્વ મંત્રીના પુત્રએ ફરિયાદ નોંધાવી છે.

આમ તો સામાન્ય લોકોમાં એવી માન્યતા છે કે રાજકીય નેતાઓ અને આગેવાનો સુરક્ષિત છે. પણ એવી કોઈ માન્યતા હાલ ચાલે તેમ નથી કારણ કે એક સામાન્ય કોન્ટેબલ પણ મંત્રી પર ભારે પડી જાય છે એ સુરતની ઘટનાએ સાબિત કરી દીધું છે ત્યારે વધુ એક ભાજપના નેતાને અસામાજિક તત્વોએ પકડકાર ફેક્યો છે.

વાત એમ છે કે ગત વિધાનસભામાં ધારાસભ્ય રહેલા અને કેબીનેટ કૃષિ મંત્રી રહેલા ચીમનભાઈ સાપરિયાના રાજકોટ રહેતા પુત્ર સંદીપના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ પાર્ટી પ્લોટ નજીક એટલાન્ટીયા બિલ્ડીંગમાં નવમાં આવેલ બંધ ફ્લેટને કોઈ તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. બંધ ફ્લેટમાંથી તસ્કરો મામુલી રોકડ અને મામુલી દાગીના મળી સાતેક હજારની માતા ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે પૂર્વ મંત્રીના પુત્રએ ફરિયાદ નોંધાવી હતી. જે ફ્લેટમાં ચોરી થઇ તે બિલ્ડીંગમાં ચોવીસ કલાક સિક્યોરીટી છે અને છેક તસ્કર નવામાં માળે પહોચી જાય અને કોઈને ખબર પણ કેમ ન પડે ? આ ચોરી અંગે રાજકોટ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here