જામનગર : લોકમેળા તો ઠીક, ગણપતી-નવરાત્રી ઉત્સવ સામે પણ કોરોનાગ્રહણ

0
558

જામનગર : માર્ચ મહિનાથી દેશભરમાં શરુ થયેલ કોરોના ગ્રહણ ક્યારે વિખેરાશે એવું કોઈ કહી શકે તેવી સ્થિતિમાં નથી. કોરોનાની મહામારી અટકવાની નામ લેતી જ નથી. દિવસે ને દીવસે લોકલ સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે ત્યારે શ્રાવણ મહિનાના લોકમેળા નજીકમાં હોવા છતાં દુરની વાત છે ત્યારે ગણપતિ અને નવરાત્રી ઉત્સવની ઉજવણી સામે પણ કોરોનાગ્રહણ નડતર રૂપ બને એવો માહોલ ધીરે ધીરે વધુ પ્રબળ બનતો જાય છે.

છેલ્લા પાંચ મહિનાથી કોરોના સંક્રમણ સમગ્ર દેશ લડી રહ્યો છે. લોકડાઉન અને અનલોક પીરીયડની અમલવારી છતાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધતું જ જાય છે. દર્દીઓની સાથે મૃત્યાંક પણ વધી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા વૈશ્વિક મહામારીને નાથવાના તમામ પ્રયાસો નિષ્ફળ નીવડી રહ્યા હોય એમ લાગે છે કારણકે દરરોજ સંક્રમીતોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. ગુજરાતમાં તો અન્ય રાજ્યોની સરખામણીએ બદતર માહોલ છે. જેને લઈને આ મહિનાના મેળાઓ મોકૂફ રાખવાનો તંત્રએ નિર્ણય કર્યો છે. જે આવકારદાયક છે. પણ જો આમને આમ લોકલ સંક્રમણ ચાલતું રહ્યું તો આગામી ગણપતિ અને નવરાત્રી ઉત્સવ સામે પણ સવાલો ઉભા થયા છે. દિવસેને દિવસે વધુ દર્દીઓ આ બંન્ને ઉત્સવો સામે સવાલો ઉભા કરી રહ્યા છે.

છેલ્લા પાંચ મહિનામાં અનિયંત્રિત બની ગયેલ કોરોનાના કારણે આગામી બે માસમાં બંને ઉત્સવ આવી રહ્યા છે ત્યારે સરકારી સુત્રોના અનુમાન મુજબ કોરોના આ વર્ષના અંત સુધી રહેશે, જો આ ધારણા સાચી પડે તો દિવાળી ઉત્સવ ઉજવણી સામે પણ નકરાત્મ માહોલ ધીરે ધીરે પ્રબળ બની રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here