મુંબઈ : ચાલુ વર્ષ ભારતીય ફિલ્મ જગત માટે ઘાતક નીવડી રહ્યું છે. આ વર્ષે ફિલ્મ જગતે અવ્વલ નંબરના સ્ટાર ગુમાવ્યા છે. રીશી કપૂર, ઈરફાન ખાન થી માંડી આજે સુશાંતસિંઘ રાજપૂત, બોલીવુડમાં ન પૂરી શકાય એવી ખોટ આ વર્ષે પડી છે. એમાં પણ જે સ્ટાર અલવિદા થયા છે તેમાંથી એકની પણ ઉમર સ્વર્ગવાસને અનુરૂપ નથી. પણ ખીલવું ખરવું એ કુદરતનો નિયમ છે. માનવી તો માત્ર નિમિત બને છે. રવિવારે પોતાના જ ઘરે ગળાફાસો ખાધેલ હાલતમાં મળી આવેલ સુશાંતસિંઘ રાજપૂતના મૃત્યુને લઈને આખું બોલીવુડ તો ઠીક દેશ હતપ્રભ થઇ ગયો છે. ખુબ જ શાંત અને શરમાળ સ્વભાવના સુશાંતસિંઘે અનેક સપનાઓ શેવ્યા હતા. સુશાંતે પોતાના જીવનમાં કુલ ૫૦ વીસ પૂરી કરવી હતી. પોતાના જ હાથેથી લખીને સોશિયલ મીડિયામાં પોતાના સપના સેર કર્યા હતા. પણ અફસોસ એ યાદી માત્ર યાદી જ બનીને રહી ગઈ ને સુશાંત ચાલ્યો ગયો અનંતની વાટે, તમે પણ જાણો સુશાંતસિંઘ શું ઈચ્છતો હતો તેની લાઈફમાં, રાજપૂતે શેવેલા પચાસ સપનાની યાદી આ પ્રમાણે છે.
– પ્લેન ચલાવતા શીખવું
– આયર્નમેન ટ્રાયથલોન (સ્વિમિંગ, સાઈક્લિંગ તથા રનિંગ)ની ટ્રેનિંગ
– ડાબે હાથે ક્રિકેટ રમવું
– મોર્સ કોડ શીખવું
– સ્પેસ અંગે શીખવામાં બાળકોની મદદ કરવી
– ચાર તાળીવાળા પુશઅપ કરવા
– એક હજાર વૃક્ષો વાવવાં
– મારી દિલ્હી કોલેજની હોસ્ટેલમાં સાંજ પસાર કરવી
– કૈલાશ પર્વત પર ધ્યાન ધરવું
– પુસ્તક લખવું
– છ મહિનામાં સિક્સ પેક એબ્સ બનાવવા
– જંગલમાં અઠવાડિયું પસાર કરવું
– વૈદિક જ્યોતિષ સમજવું
– ઓછાંમાં ઓછાં 10 ડાન્સ ફોર્મ શીખવાં
– ખેતી કરવી
– 50 ફેવરિટ સોંગ ગિટાર પર શીખવાં
– લેમ્બોર્ગિની ખરીદવી
– સ્વામી વિવેકાનંદ પર ડોક્યૂમેન્ટરી બનાવવી
– વિએનાના સેન્ટ સ્ટીફન્સ કેથેડ્રલમાં જવું
– (આફ્રો-બ્રાઝિલિયન માર્શલ આર્ટ) કેપોઈરા શીખવું
– ટ્રેનમાં યુરોપની યાત્રા કરવી
– ચેમ્પિયન સાથે ટેનિસ રમવું
– અઠવાડિયા સુધી ચંદ્ર, મંગળ, ગુરુ અને શનિની ટ્રાજેક્ટરી માપવી
– બ્લુ હોલ (કેરેબિયન)માં ડાઇવ મારવી
– ડબલ સ્લિટ એક્સપરિમેન્ટ કરવો
– 100 બાળકોને નાસા કે ઇસરોની વર્કશોપમાં મોકલવા
– ચેમ્પિયન સાથે પોકર રમવું
– CERNની મુલાકાતે જવું
– ઓરોરા બોરીયાલિસ દોરવા
– નાસાની વધુ એક વર્કશોપ અટેન્ડ કરવી
– મેક્સિકોના સેનોટિસમાં તરવું
– જોઈ ન શકતી વ્યક્તિને કોડિંગ શીખવવું
– ડિઝનીલેન્ડ જવું
– અમેરિકાની LIGO (લેસર ઇન્ટરફેરોમીટર ગ્રેવિ ટેશનલ- વેવ ઓબ્ઝરવેટરી)ની મુલાકાત લેવી
– ઘોડો ઉછેરવો
– ફ્રી એજ્યુકેશન માટે કામ કરવું
– શક્તિશાળી ટેલિસ્કોપથી એન્ડ્રોમેડાનું ઓબ્ઝર્વેશન કરવું
– ક્રિયા યોગ શીખવા
– એન્ટાર્કટિકાની મુલાકાત લેવી
– સ્ત્રીઓને સેલ્ફ ડિફેન્સ શીખવામાં મદદ કરવી
– સક્રિય જ્વાળામુખીનું શૂટિંગ કરવું
– બાળકોને ડાન્સ શીખવવો
– બંને હાથે તીર-કામઠા ચલાવતા શીખવું
– Resnick-Halliday ફિઝિક્સ બુક આખી વાંચવી
– પોલિનેશિયન એસ્ટ્રોનોમી સમજવી
– ચેમ્પિયન સાથે ચેસ રમવું
– સિમેટિક્સના પ્રયોગો કરવા
– ભારતનાં સંરક્ષણ દળ માટે વિદ્યાર્થીઓને મદદ કરવી
– દરિયામાં સર્ફિંગ શીખવું– આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એક્સ્પોનેન્શિયલ ટેક્નોલોજીસમાં કામ કરવું…