ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ : હાલારના બંને જીલ્લાનું પરિણામ ૭૮.૧૨ ટકા

0
624

જામનગર : આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ બારમાના સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાનું સંયુક્ત પરિણામ ૭૯.૧૨ ટકા આવ્યું છે. જેમાં જામનગર જીલ્લાનું ૭૮.૩૩ અને દેવભૂમિ દ્વારકા જીલ્લાનું ૭૭.૯૨ ટકા પરિણામ જાહેર થયું છે. બંને જીલ્લાના પરિણામની વિસ્તારથી વાત કરીએ તો.  જામનગર જીલ્લામાં કુલ ૭૭૬૨ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાં એ વનમાં ૨૦ વિદ્યાર્થીઓ, એ ટુમાં ૩૬૮, બી ૧માં ૧૧૫૦, બી૨માં ૧૭૬૬, સી૧માં ૧૮૫૬, સી ટુ માં ૮૬૯, ડીમાં ૫૦ અને ઈ૧માં એક વિદ્યાર્થી ઉતીર્ણ થયો છે. જયારે ૧૬૯૬ વિદ્યાર્થીઓ અનુતીર્ણ રહ્યા છે. જયારે કેન્દ્રના પરિણામની વાત કરીએ તો, ધ્રોલ કેન્દ્ર આ વખતે પણ અવ્વલ નંબર રહ્યું છે. જેમાં 1146 વિદ્યાર્થીઓ માંથી 891 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને કેન્દ્રનું કુલ પરિણામ 85.18 ટકા રહ્યું છે. જયારે જામજોધપુર કેન્દ્રનું ૮૩.૭૬ ટકા  પરિણામ આવ્યું છે. જેમાં કુલ 585 વિદ્યાર્થીઓ પૈકી 490 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ ઉપરાંત જામનગર કેન્દ્રમાં 4798 વિદ્યાર્થીઓ પૈકી 3618 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતા 75.55 ટકા પરિણામ આવ્યું છે. જયારે કાલાવડ કેન્દ્રમાં 768 વિદ્યાર્થીઓ પૈકી 647  વિદ્યાર્થીઓ પાસ થતા 84.86 ટકા અને લાલપુર કેન્દ્રમાં 577 વિદ્યાર્થીઓની સામે 434 વિદ્યાર્થીઓ પાસ થતા 75.35 ટકા પરિણામ જાહેર થયું છે.

જયારે દેવભૂમિ દ્વારકા જીલ્લાની વાત કરીએ તો, જીલ્લાના પાંચ કેન્દ્રો પર ૩૪૩૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકીના ૭૭.૯૨ ટકા છાત્રો પાસ થયા છે. જેમાં એક પણ વિદ્યાર્થી એ વન ગ્રેડમાં પાસ થયો નથી. જયારે એ ૨ ગ્રેડમાં ૬૭, બી ૧ ગ્રેડમાં ૩૮૧, બી૨ ૮૬૮, સી૧માં ૮૭૪, સીટુમાં ૪૬૦, ડી ગ્રેડમાં ૨૪ છાત્રો પાસ થયા છે જયારે ૭૬૩ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.  

જીલ્લાના કેન્દ્ર વાઈઝ વાત કરીએ તો ખંભાળિયામાં કુલ 1169 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 940 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 79.80 ટકા પરિણામ આવ્યું છે. જયારે ભાણવડ કેન્દ્રમાં 586 વિદ્યાર્થીઓ પૈકી 457 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતા 78.25 ટકા પરિણામ જાહેર થયું છે. આ ઉપરાંત મીઠાપુરમાં 157 વિદ્યાર્થીઓ પૈકી 127 વિદ્યાર્થીઓ પાસ થતા કુલ 80.89 ટકા પરિણામ જાહેર થયું છે. જયારે ભાટિયા કેન્દ્રમાં 1185 વિદ્યાર્થીઓ પૈકી 914 પાસ થયા છે જેને લઈને  77.26 પરિણામ આવ્યું છે તેમજ દ્વારકા કેન્દ્રમાં 251 વિદ્યાર્થીઓ પૈકી 162 વિદ્યાર્થીઓ પાસ થતા  64.54 પરિણામ આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં મીઠાપુર કેન્દ્ર પ્રથમ નંબરે રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here