સુનીતા યાદવ : એક માત્ર પોલીસકર્મી જ નથી, ઓળખો લેડી સિંઘમના અસલી ચહેરાને

0
1484

જામનગર : સુરત પોલીસ દફતરમાં ફરજ બજાવતી સુનીતા યાદવને ગઈ કાલ સુધી સુરતના જે તે પોલીસ દફતરનો સ્ટાફ અને નાગરિકો જ ઓળખતા હતા પરંતુ છેલા ચોવીસ કલાકના ગાળામાં આ ચહેરો દેશભરમાં પ્રખ્યાત થઇ ગયો તેની પોલીસ કર્તવ્ય ભાવનાને લઈને, કાયદો અને વ્યવસ્થા જાળવવા મોડી રાત્રે પોઈન્ટ પર રહેલ આ લેડી સિંઘમે રાજ્ય મંત્રીના પુત્રને એવા તે કાયદાના પાઠ ભણાવ્યા કે આખો મામલો દેશ ભરમાં ગુંજી ગયો છે. રાજકારણ અને ડીપાર્ટમેન્ટની પળોજણમાં પાડવા નહિ માંગતી લેડી સિંઘમે રાજીનામું ધરી દીધું છે. હાલ બંને તરફે ફરિયાદ નોંધાઈ છે. સુનીતા સામે તંત્રની કાર્યવાહીની ભીતિને લઈને રાજ્યભરમાં યુવાવર્ગ તેણીની વહારે આવ્યો છે. સોશિયલ મીડિયામાં સુનીતાની તરફેણમાં ઘોડાપુર ઉમટ્યા છે.

મેડમ, ધારું તો તમને અહીં ૩૬૫ દિવસ સુધી ડ્યુટી પર ઉભી રાખું શકું….મોડી રાત્રે સુરતના એક પોઈન્ટ પર પોલીસ રોકાવી લીધેલ સખ્સોને છોડાવવા આવેલ રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રએ પ્રકાશે લેડી પોલીસ કોન્સ્ટેબલને રાજ્કારણનો પાવર બતાવતા જ પોલીસ કોન્સ્ટેબલ સુનીતા યાદવનો પારો સાતમાં આસમાને પહોચી ગયો હતો. પોતાના ઉપરી અધિકારીના સ્થળ છોડી દેવાના ઓર્ડરને ફોલો કરી સુનીતા યાદવ ત્યાંથી સ્થળ છોડી નીકળી જાય છે, પણ સ્થળ છોડતા પૂર્વેનો ઓડિયો અને વિડીયો ગઈ કાલે રાજ્ય સહીત દેશભરના મીડિયામાં છવાયેલ રહ્યો હતો.

વિડીયો વાયરલ થતા જ સરકાર અને પોલીસ ડીપાર્ટમેન્ટ સામે સવાલો ઉઠ્યા હતા. જેથી સુનીતાએ તાત્કાલિક પોતાનું રાજીનામું આપી દેવાનું નક્કી કર્યું, રાજીનામાં સુધી પહોચેલ ઘટનાને લઈને મીડિયા અને સમગ્ર રાજ્યભર સુનીતા યાદવના સપોર્ટમાં આવી ને ઉભું રહી ગયું, સોશિયલ મીડિયામાં કુમાર કાનાણી અને ગુજરાત સરકાર તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ટ્રોલ થતા મામલો પેચીદો બની ગયો છે. બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવાઈ છે. ત્યારે આગામી દિવસોમાં આ પ્રકરણ ક્યા મોડ પર આવીને ઉભું રહેશે, સુનીતાનું ‘સિંઘમ’ છાપ કેરિયરનો ઉગતા જ અંત આવશે કે પછી સુનીતાના કેરિયરમાં ચાર ચાંદ લાગી જશે એ તો સમય જ કહેશે પણ ગઈ કાલ સુધી માત્ર સુરતના એક પોલીસ દફતર સુધી સીમિત રહેલ સુનીતા પોતાના સિંઘમ ટાઈપ ફરજ કર્તવ્યને લઈને રાતો રાત સમગ્ર રાજ્ય અને દેશભરમાં ખુબ જ પોપ્યુલર થઇ ગઈ છે.

સુનીતા માત્ર પોલીસકર્મી જ નથી પણ આ છે તેનો અસલી ચહેરો, સુરતમાં જ રહી અભ્યાસ પૂર્ણ કરનાર સુનીતાએ 3 વર્ષ પહેલાં પોલીસ ભરતી પ્રક્રિયામાં ભાગ લઇ લેખિત અને ફીજીકલ પરીક્ષા પાસ કરી પોલીસ ડ્યુટી જોઈન્ટ કરી છે. સુનિતા 3 વર્ષથી સુરત હેડ ક્વાર્ટરમાં બજાવે છે. અનલોક પીરીયડ લાગુ થયા બાદ તેઓને વરાછા વિસ્તારમાં ખાતે બંદોબસ્તમાં મુકવામાં આવ્યા છે.

સુનીતાએ પોતાના અભ્યાસ કાળ દરમિયાન જ પોલીસ ફોર્સ જોઈન્ટ કરવાનું સપનું સેવ્યુ હતું અને પોતાના ગોલ તરફ આગળ વધી હતી. અભ્યાસમાં તેજસ્વી એવી સુનીતા બાળપણથી જ ચેસ ચેમ્પિયન રહી છે. સુનીતાએ અનેક ચેસ સ્પર્ધામાં ભાગ લઇ અનેક મેડલ પોતાના નામે કર્યા છે. પોલીસમાં ભરતી થવા માટે જ સુનીતાએ શાળાકાળ દરમિયાન એનસીસી જોઈન્ટ કર્યું હતું. એનસીસીમા એવું સૌર્ય બતાવી અનેક મેડલો પણ  પોતાના નામે કર્યા હતા. ભણવામાં પણ અવ્વલ રહેતી સુનીતા પરિવાર સાથે સુરત રહે છે અને અપરણિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here