જામનગરના યુવાને ભરૂચમાં આચર્યું આવું કૌભાંડ, નવું નથી, જાણો શું કર્યું ?

0
724

જામનગર અપડેટ્સ : જામનગરમાં બેડી વિસ્તારમાં રહેતા એક સખ્સે અહી કારી ન ફાવતા છેક ભરૂચ પહોચી બાયો ડીઝલનું કૌભાંડ આચર્યું છે. જો આ કૌભાંડ લાંબો સમય ન ચાલતા મામલતદારના દરોડામાં આ સખ્સ રંગેહાથ પકડાઈ ગયો છે. આ સખ્સ હોટેલના કમ્પાઉન્ડમાં જ બે રોકટોક બાયો ડીઝલ વેચતો હોવાનું પુરવાર થયું છે.

જામનગરના સખ્સે ભરૂચમાં પહોચી લખણ ઝળકાવ્યા છે. ભરૂચ નાજ્કના નેશનલ હાઇવે પર વગુસણા પાટિયા પાસેની સ્પેન્ટા હોટલના કંપાઉન્ડમાં જામનગરનો બેડી વિસ્તારમાં રહેતો અન્ના ખફી નામનો સખ્સ ગેરકાયદે બાયોડિઝલ વેચાણ કરતો હોવાથી સ્થાનિક પુરવઠા તંત્રએ સ્થળ પર પહોચી ચેકિંગ કર્યું હતું. ભરૂચ પુરવઠા અને મામલતદારની ટીમ દ્વારા જાન્યુઆરી મહિનામાં કરવામાં આવેલ ચેકિંગ દરમિયાન આરોપીના કબ્જામાંથી બાયોડિઝલનો ગેર કાયદેસરનો જથ્થો મળી આવ્યો હતો. જેને લઈને સંચાલક અને જામનગરના વતની અન્ના ખફી સંચાલિત બાયોડીજલના ગેર કાયદેસરના વેચાણ અંગે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પાંચ માસ પૂર્વેના દરોડા બાદ એફએસએલ રીપોર્ટ આવતા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામનગરના સખ્સની શોધખોળ કરવા નબીપુર પોલીસ જામનગર તરફ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here