જામનગરની ભાગોળે ક્ષત્રીય યુવાનની કરપીણ હત્યા, પોલીસમેનની સંડોવણી ? જાણો કારણ

0
6749

જામનગર અપડેટ્સ : જામનગરમાં ઠેબા ચોકડી પાસે આજે ઢળતી સાંજે એક યુવાનની કરપીણ હત્યા નીપજાવવામાં આવી છે. હત્યા નીપજાવી આરોપી કે આરોપીઓ ફરાર થઇ ગયા છે. આ હત્યા પ્રકરણમાં એક પોલીસમેનની સંડોવણી હોવાની વાત વહેતી થઇ છે. રેતીના ધંધાના મનદુઃખને લઈને હત્યા નીપજાવવામાં આવી હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે.

જામનગરની ભાગોળે આવેલ ઠેબા ચોકડી હમેશા વિવાદનું ઘર રહી છે. અક્સમાત હોય કે મારામારી, છાસ વારે આવા બનાવો બનતા આવ્યા છે. ત્યારે આજે ઢળતી સાંજે પાંચેક વાગ્યે હત્યાનો એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ રેતીના ધંધા બાબતે બે પક્ષે બોલાચાલી થઇ હતી મામલો ઉગ્ર બનતા અંતે હથિયારો ઈ સામસામે આવી ગયા હતા. જેમાં એક યુવાન યુવરાજસિંહ મહોબતસિંહ જાડેજા ઉવ ૨૬ની કરપીણ હત્યા નીપજાવવામાં આવી હતી. આ બનાવના પગલે એસપી દીપન ભદ્રન, ડીવાયએસપી કૃણાલ દેસાઈ, પંચકોશી એ અને બી ડીવીજનનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે. રેતીના ધંધા બાબતે બંને પક્ષે મનદુઃખ થયા બાદ લોથ ઢળી હોવાનું સામે આવ્યું છે. આ પ્રકરણમાં આરોપી  તરીકે એક પોલીસમેનની સંડોવણી સામે આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ઘટના સ્થળ નજીકથી સીસી ટીવી ફૂતેઝ કબજે કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આ બનાવના પગલે રાજય મંત્રી હકુભા સહિતના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here