જામનગર અપડેટ્સ : જામનગરના કુખ્યાત ભૂ-માફિયાને નાથવા માટે સ્પેશ્યલ ઓપરેશનનું વધુ એક ઓપરેશન આજે રાજ્યની એટીએસએ જમીન માફિયાના ભૂતકાળના સાગરિત રહેલાં કુખ્યાત અનિયો લાંબો અને એઝાઝ મામાને ઉઠાવી લીધા છે.
જામનગરમાં વધી રહેલાં ભૂ-માફિયા જયેશ પટેલના સામ્રાજ્યને ખતમ કરવા માટે આજે રાજ્યની એટીએસએ વધુ એક ઓપરેશનને પાર પાડ્યું છે. આજે જામનગર જિલ્લા પેરોલ-ફર્લો સ્ક્વોડને સાથે રાખીને રાજકોટ જામનગર રોડ પરથી સરમરીયા દાદા મંદિર પાછળથી વોન્ટેડ રહેલાં અનવર ઉર્ફે અનિયો લાંબો અબ્દુલભાઇ ગઢકાઇ અને એઝાઝ ઉર્ફે અઝાઝમામા નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. આ એ શખ્સો છે જે જામનગરના કુખ્યાત જયેશ પટેલ પર અગાઉ ફાયરીંગ કરવાના ગુન્હામાં પકડાયા હતાં. આ ઉપરાંત જયશેના ભાઇ ધર્મેશ પટેલ પર હુમલો કરવામાં અને સંજય ડોબરિયાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ગુન્હામાં આરોપીઓ ફરાર થઇ ગયા હતાં. આ ઉપરાંત મારામારી, ખંડણી, જાનથી મારી નાખવાની ધમકી, જમીન પચાવી પાડવી, ફાયીરંગ કરવું વગેરે સહિતના ગુન્હાઓમાં સંડોવાયેલા છે. દરમિયાન આ બન્ને શખ્સોએ જયેશ પટેલ સાથે સમાધાન કરી એક જ ગેંગમાં ભળી ગયા હતાં. પૂછપરછ દરમિયાન અનિયા લાંબાના નામે જામનગર જિલ્લામાં કુલ 16 ગુન્હા નોંધાયેલા છે. આ ઉપરાંત રાજકોટ અને અમરેલી જિલ્લામાં પણ એક-એક ગુન્હાનો સમાવેશ થાય છે. જ્યારે એઝાઝ સામે જામનગર જિલ્લાના જુદા-જુદા પોલીસ દફતરમાં આઠ ગુન્હા નોંધાયેલા છે. આ બન્ને શખ્સોને આવતીકાલે કોવિડ ટેસ્ટ બાદ જામનગર પોલીસ રિમાન્ડ માટે રજૂ કરશે.