જામનગર : લાંચ લેતા પકડાયેલ જમાદારના લોકરમાંથી ૧૭ તોલા દાગીના નીકળ્યા

0
930

જામનગર : જામનગર એસીબીએ બે દિવસ પૂર્વે બપોરે આઈટીઆઈના ગેઇટની સામે ટ્રેપ ગોઠવી મોરબી જીલ્લાના હળવદ તાલુકાના હેડ કોન્ટેબલ વતી લાંચ લેતા એક સખ્સને પકડી ઉઠવી લીધો હતો. દારુ કેસમાં નામ નહિ ખોલવા માટે હેડ કોન્સ્ટેબલ વતી લાંચ લેતા પકડી પાડ્યા બાદ હેડ કોન્ટેબલની પણ મોરબી પોલીસે ધરપકડ કરી હતી. દરમિયાન સુરેન્દ્રનગર એસીબીએ બંને આરોપીઓને એક દિવસના રિમાન્ડ પર લીધા હતા. રિમાન્ડ દરમિયાન હેડ કોન્સ્ટેબલના બેંક લોકરની ખરાઈ કરતા રૂપિયા સાડા આઠ લાખના ૧૭ તોલા સોનાના દાગીના મળી આવ્યા છે.  

મોરબી જીલ્લાના દારુ પ્રકરણમાં જામનગરના એક સખ્સની સંડોવણી ખુલતા હેડ કોન્ટેબલ પ્રવીણભાઈ જસમતભાઈ ચંદ્રાલા ઉર્ફે પટેલભાઈ વર્ગ ત્રણનાઓએ તપાસ શરુ કરી હતી. જેમાં જામનગરના સખ્સને આ ગુન્હામાં નામ નહી ખોલવાના અવેજ પેટે રૂપિયા ૭૦ હજારની માંગણી કરી હતી. થોડી રકજક બાદ મામલો રૂપિયા ૪૦ હજાર પર આવ્યો હતો. જામનગરના સખ્સને આ રૂપિયા પણ આપવા ન હોય તેથી તેઓએ જામનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. જેને લઈને જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લા એસીબી પીઆઈ એ ડી પરમાર સહિતની ટીમે બે દિવસ પૂર્વે જામનગર ખાતે આઈટીઆઈના ગેઇટ પાસે ટ્રેપ ગોઠવી હતી. જેમાં આરોપી રૂપિયા ૪૦ હજારની લાંચ લેતા આબાદ પકડાઈ ગયો હતો. બીજી તરફ મોરબી એસીબીની ટીમે હળવદના હેડ કોન્સ્ટેબલને ઉઠાવી લઇ જામનગર એસીબીને હવાલે કર્યો છે.એસીબી સુરેન્દ્રનગરના પીઆઈ રાણા સહિતની ટીમ દ્વારા બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરી એક દિવસમાં રિમાન્ડ મેળવી તપાસ આગળ ધપાવી હતી. જેમાં રિમાન્ડ દરમિયાન આજે હળવદની બેંકમાં જમાદારના લોકરમાથી સતર તોલા દાગીના મળી આવ્યા છે. જો કે આ દાગીના અનધિકૃત છે કે અધિકૃત તેનો તાગ મેળવાયો નથી. આગામી સમયમાં આ બાબતની ખરાઈ કરવામાં આવશે એમ પીઆઈ રાણાએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here