કાલાવડ : શહેરની ભાગોળે બે સંતાન સાથે બાઇક લઇ નીકળેલ પિતાનું અકસ્માતમાં મોત

0
627

જામનગર : જામનગર જિલ્લામાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. કાલાવડ ટાલિક મથકની ભાગોળે મહિના પૂર્વે સર્જાયેલ બે બાઇક વચ્ચેના અકસ્માતમાં બે સંતાનોની હાજરીમાં ઘવાયેલ પિતાનું લાંબી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું છે.

કાલાવડ તાલુકા મથક નજીક જામનગર રોડ પર આવેલ જીઆઇડીસી ગેઇટ પાસેગત તા. 20 મી સપ્ટેમ્બરના રોજ બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં જીજે 10 એ આર 3206 નંબરની મોટરસાયકલએ નરેન્દ્રભાઈ સામતભાઈ ચૌહાણના જીજે 10 બીસી 1761 નંબરના બાઇકને જોરદાર ઠોકર મારી હતી. જેમાં નરેન્દ્રભાઇ સામતભાઇ ચૌહાન ના ડીસ્કવર બાઇક ને અડફેટે લઈ અકસ્માત કરી નરેન્દ્રભાઇ ને માથાના તથા આંખના ભાગે તથા તેમના દીકરા-દીકરી ને સામાન્ય ઇજા પહોંચી હતી. આ બનાવમાં નરેન્દ્રભાઇને કપાળના ભાગે તથા જમણી આંખનો ડોરો બહાર નીકળી જતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં લાંબી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના સબંધીએ ફરિયાદ નોંધાવતા પોલીસે બાઇક ચાલકની શોધખોળ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here