જામનગર : GMBમાં એપ્રેન્ટીસ કરતી બે યુવતીઓ ઓફીસથી ઘરે જતી હતી પણ રસ્તામાં….

0
857

જામનગર અપડેટ્સ : શહેરમાં સાત રસ્તા પાસે બે દિવસ પૂર્વે તીવ્ર ગતિએ દોડતી એક કારે એક્સેસને ઠોકર મારી નીપજાવેલ અકસ્માતમાં બે યુતીઓને ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડી સારવાર આપવામાં આવી હતી. બંને યુવતીઓએ જીએમબી કચેરીથી એપ્રેન્ટીસ કરી પરત ઘરે ફરતી હતી ત્યારે અકસ્માતનો ભોગ બની ગઈ હોવાનું  જાણવા મળ્યું છે.

જામનગરમાં બે દિવસ સાંજે સાત રસ્તા સર્કલ પાસે જાડાના બિલ્ડીંગની સામેના રોડ પર જીજે ૧૦ એકે ૭૬૮૬ નંબરની એક્સેસ મોટર સાયકલને પુર ઝડપે દોડતી સફેદ ક્લરની કારે જોરદાર ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતો. આ બનાવમાં હરીયા સ્કુલ સામે ક્રુષ્ણ નગર શેરી નં ૦૫ સોઢા સ્કુલની બાજુમા રહેતી પ્રીતી અરુણભાઇ મનસુખભાઇ અંબાસણાઉ.વ.૨૨ રહે અને પાછળ બેઠેલ દક્ષાબેન નકુમ વાળીઓ એક્સેસ પરથી નીચે પડી ગઈ હતી. આ બનાવમાં પ્રીતીબેનને ડાબા હાથમાં અને દક્ષાબેનને જમણા પગ અને સાથળ તેમજ ગુપ્ત ભાગે ઈજા પહોચી હતી. આ બનાવને પગલે દક્ષાબેને તેના ભાઈ વિશાલ રવજીભાઈ નકુમને ફોન કરી બોલાવી લીધો હતો. ત્યારબાદ બંનેને યુવતીઓને હોસ્પિટલ ખસેડવા આવી હતી. બંને યુવતીઓ શરુ સેક્શન રોડ પર આવેલ જીએમબી કચેરીમાંથી એપ્રેન્ટીસ કરી પરત ઘરે ફરતી હતી ત્યારે અજાણી કારના ચાલકે અકસ્માત નીપ્જાવ્યો હતો. આ બનાવ અંગે સીટી બી ડીવીજન પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here