અરેરાટી : ધંધામાં મંદી અને બહેનના પ્રેમ સબંધમાં બે યુવાનોએ જીવ દીધો, સાસુનો ઠપકો વહુંને ગળાફાસા તરફ દોરી ગયો

0
713

જામનગર : જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં ધંધામાં વળતર નહી થતા એક યુવાને ગળાફાસો ખાઈ જીવાદોરી ટુકાવી લીધી છે. અન્ય એક બનાવમાં ધર્મની બહેનના પ્રેમ સબંધથી કંટાળી ઘરેથી ગુમ થયેલ યુવાને તળાવમાં છલાંગ લગાવી દુનિયાને અલવિદા કરી છે. જયારે પાણાખાણ વિસ્તારમાં એક પરિણીતાએ સાસુના ઠપકાથી લાગી આવતા ગળાફાસો ખાઈ જીવાદોરી ટુકાવી લીધી છે.

જામનગરમાં આપઘાતના બે બનાવ સામે આવ્યા છે. જેમાં શંકર ટેકરી નવી નીશાળ પાછળ ક્રીષ્ના ગાર્ડનની બાજુમા આવેલ અરજણભાઇ કોઠીયાના મકાનમાં રહતા અને ધંધો કરતા

હિતેશભાઈ હરીશભાઈ વાડોલીયા ઉવ ૨૦ નામના યુવાને પોતાના ઘરે પતરાની લાકડાની આડીમાં ચુંદળી બાંધી ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા હરીશભાઇ લક્ષ્મણભાઇ વાડોલીયાએ જાણ કરતા સીટી સી ડીવીજન પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોચ્યો હતો અને મૃતકનો કબજો સંભાળ્યો હતો.
જયારે હર્ષદમિલની ચાલી વિસ્તારમાં રહેતા કૃણાલ રાજેશભાઈ સોલંકી નામના યુવાને આજે સવારે પોતાના ઘરેથી નીકળી લખોટા તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. ફાયરની ટીમે યુવાનના પાણીમાં તરતા દેહને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક કૃણાલની ઘર્મની બનાવેલ બહેન હિનાને કોઇ સાથે પ્રેમસબંધ હોઇ જે કૃણાલને પસંદ ન હોઇ જેથી લાગી આવતા તળાવની પાળેથી પડતું મૂકી મોત રૂપી અંતિમ છલાંગ લગાવી હોવાનું સામે આવ્યું છે.

જયારે શહેરના પાણાખણ શેરી નં-૧ શીવ મેડીકલ પાસે કૌષીકભાઇ મલદેભાઇ ઓડીચના રહેણાકમાં તેમના પત્ની સંગીતાબેન ઉ.વ.૩૪ વાળા બે દીવસ પહેલા દુધ ગરમ નહી કરતા દુધ બગડી જતા તેની સાસુએ ઠપકો આપયો હતો. જેનુ માઠુ લાગી જતા તેણીએ ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here