લ્યો બોલો : ચોકીદારના ઘરમાંથી ચોરી, રાત્રીની કમાણી દિવસે ચોરાઈ

0
459

જામનગર : જામનગરમાં સત્યમ કોલોની બ્રીજ પાસે આવેલ એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં ઘુસેલા કોઈ તસ્કર નેપાળી ચોકીદારના ફલેટમાંથી રૂપિયા ત્રીસ હજારની રોકડ રકમની ચોરી કરી ગયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ આજુબાજુના સીસીટીવી ફૂટેજ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. જેમાં સત્યમ કોલોની રોડપર અંડરબ્રિજ પાસે મનધારા એપાર્ટમેન્ટમાં રહેતા મુળ નેપાળના અને અહી ચોકીદારી કરતા કરણ બીરબહાદુરભાઇ થાપાના મકાનમાં બેસતા વર્ષના દિવસે જ ચોરીની ઘટના ઘટી હતી. ગત તા.15ના રોજ સવારે 11 વાગ્યાથી પોણા બાર વાગ્યાના સમયગાળા દરમિયાન બારી તોડી અંદર પ્રવેશેલા ચોર અંદર ખાખાખોરા કરી એક સુત્કેત હાથ વગી કરી હતી. જે ખોલી નાખી અંદર રહેલ રૂ.30 હજારની રોકડ રકમ કાઢી લીધી હતી, આ બનાવ અંગે સાંજે જાણ થયા બાદ ચોકીદારી કરતા કરણભાઇએ સીટી સી ડીવીજન પોલીસને જાણ કરી હતી. જેને લઈને પોલીસે અજાણ્યા સખસ સામે ગુનો નોંધી સ્થળ પંચનામું કરી, સત્યમ  કોલોની વિસ્તારના આજુબાજુના સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે કરી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here